બાળરંજન રંગારંગ કાર્યક્રમ

ગુજરાતી સાહિત્ય પરિષદ તથા સાંદિપની સાહિત્ય પરિષદ દ્વારા ભુજની જય નગર પ્રાથમિક શાળામાં બાળ સાહિત્યકાર ધરતી હિરેન શર્મા દ્વારા બાળ રંજન રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો, ધરતી શર્માએ નાનાં ભૂલકાઓ સમક્ષ બાળગીતો ગાઇ બાળકોના શનિવારને રસપ્રદ અને યાદગાર બનાવ્યો હતો. રૂપલબેન મહેતાએ પણ બાળવાર્તા કરી હતી. આ સાથે બાળકોએ પણ તેમની કાલીઘેલી ભાષામાં શિક્ષકો તથા સાહિત્યકારો સમક્ષ બાળગીતો રજૂ કર્યા હતા. આચાર્ય વિજયભાઈ રાવલ તથા દેવેન્દ્રભાઈ તથા સુર્યાબેને પ્રવૃત્તિ બિરદાવી હતી.