મુંદ્રા વિસ્તારમાં કે.સી.એલ. કંપનીની પ્રિશિયસ મેટલ રિફાઇનરીમાં ચાંદીના સેમ્પલની ચોરી કરી બુટમાં છુપાવી બહાર નીકળવાનો પ્રયાસ કરતો કર્મચારી સિક્યુરિટી ચેકિંગ દરમિયાન ઝડપાઈ જતાં ચકચાર મચી છે. સિક્યુરિટી સ્ટાફે મેટલ ડિટેક્ટરથી તપાસ કરતાં બે ચાંદીના વજનદાર સેમ્પલ મળી આવ્યા હતા, જેની કુલ કિંમત .૪ લાખ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ અંગે ગુલશનકુમાર બાબુલાલ મહાવર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદ મુજબ કંપનીમાંથી બહાર નીકળતા કર્મચારીઓની મેટલ ડિટેક્ટરથી તપાસ દરમિયાન એક કર્મચારીના બંને બુટની દોરી ખુલ્લી હોવાનું જણાતાં શંકા ગઈ હતી. તેની તપાસ કરતાં બંને બુટમાંથી ચાંદીના બે વજનદાર સેમ્પલ મળી આવ્યા હતા. આરોપી તરીકે જિગર જગદીશ રાબડીયાનું નામ સામે આવ્યું છે. તે કંપનીમાં આશરે એક વર્ષથી ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતો હોવાનું અને સેમ્પલ કંટ્રોલ રૂમ તથા ચાંદીના સેમ્પલથી પરિચિત હોવાનું જણાવાયું છે
મુંદ્રાની રિફાઇનરીમાં ‘ચાંદીચોર પકડાયો

