નિરોણા નજીક ગેરકાયદેસર ખનનમાં ટ્રક – લોડર ઝડપાયા

પ્રાંત અધિકારી દ્વારા કરાઈ સરપ્રાઈઝ કામગીરી

એસ.ડી.એમ., નખત્રાણા દ્વારા નિરોણા નજીક સરપ્રાઈઝ રેઈડ કરવામાં આવી હતી. જેમાં સ્થળ પર ગેરકાયદેસર ખનન કરતા ટ્રક તથા લોડર ઝડપી પાડવામાં આવ્યા હતા.
સ્થળ તપાસ દરમિયાન આશરે 3,000 ઘનમીટરનો ઊંડો ખનન કરાયેલ ખાડો મળી આવ્યો હતો. તેમજ ટ્રકમાં પરિવહન માટે તૈયાર રાખવામાં આવેલી આશરે 33 મેટ્રિક ટન રેતી મળી હતી. અંદાજિત રૂ. 75 લાખની કિંમતના વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. સ્થળ પર મળી આવેલા ખનનના જથ્થા તથા ટ્રેન્ચ અંગેનો દંડ જિયોલોજિસ્ટ દ્વારા સ્થળ સર્વે બાદ નિયમોનુસાર નક્કી કરવામાં આવશે.