મુન્દ્રામાં બંધ ઘરમાં ચોરીનો પ્રયાસ

જાગૃતોએ પીછો કર્યો પણ બે આરોપી પલાયન મુન્દ્રા નગરના ખારવા પચાડા વિસ્તારમાં સ્વાલી શેરીમાં 15થી 20વર્ષના બે ઈસમ ચોરીના ઇરાદે પ્રવેશ્યા હતા એક મકાન પર થી કૂદી બીજા મકાન પર કૂદી બાજુના બંધ મકાનના તાળા તોડી તેઓ અંદર પ્રવેશ્યા હતા. બંધ મકાનના કબાટ તેમજ અન્ય ભાગોને તેમણે ચૂંથી નાખ્યા હતા પણ કઈં કિંમતી વસ્તુ હાથ…

Read Full News

વૃધ્ધા પાસેથી લૂંટ કરનારનું રિક્ન્ટ્રકશન

કંડલા મરીન પોલીસ દ્વારા કરાઇ કામગીરી તુણા ખાતે તાજેતરમાં બનેલા વ્યોવૃધ્ધ મહિલા પાસેથી લૂંટ થવાના બનાવમાં બે આરોપીને પકડીપડાયા બાદ પોલીસે બુધવારે બન્ને તહોમતદારનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. ઘરમાં એકલા રહતા વૃધ્ધ મહિલાને ઓશીકાથી દબાવી જાનથી મારી નાખવાની ધમકી આપી આ લૂંટ ચલાવાઈ હોવાનો મામલો પોલીસ દફતરે ચડ્યો હતો. આ પછી તપાસમાં બન્ને આરોપી પકડાયા હતા….

Read Full News

તુણામાં વૃધ્ધાને લૂંટનારા પકડાયા

અંજાર તાલુકાના તુણા ગામે પથારીવશ અવસ્થામાં પડેલી દીકરી સાથે રહેતા ૮૫ વર્ષિય વૃધ્ધાનું ગળું અને મોઢું દબાવી લૂંટ કરનાર બે જણ પોલીસના સાણસામાં આવી ગયા છે. કંડલા મરિન પોલીસે તુણા ગામે પીરવાડીમાં રહેતા રીઢા ચોર અસ્લમ ઊર્ફે સાંઈ અકબર છરેચા અને તેના દારૂડિયા મિત્ર રાજેશ ગોવિંદ સથવારાની કરી ધરપકડ આ કેસમાં કરાઇ હોવાનું કહ્યું હતું….

Read Full News

પૂર્વ કચ્છ મ્યુલ બેંક ખાતા કેસમાં વધુ પાંચ ઝડપાયા

કરોડોના હિસાબોની વિગતો પોલીસની તપાસમાં સપાટી ઉપર સાયબર ક્ષેત્રમાં માફિયા બની ચૂકેલા તત્વોને કમિશન લઈને પોતાના બેન્ક ખાતાં ભાડે આપવાના વ્યવસ્થિત ઢબના કૌભાંડમાં પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસે વધુ પાંચ આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલા તહોમતદારોમાં રાજકીય પક્ષના સંગઠન હોદ્દેદારના પુત્રનો પણ સમાવેશ થતો હોવાનું બહાર આવ્યું છે. આરોપી મ્યૂલ એકાઉન્ટ ટોળકીએ ખોલાવેલાં જુદાજુદા ૭૬ બેન્ક…

Read Full News

મનફરા શાળાના આચાર્યના આપઘાત મામલે દુષપ્રેરણની ફોજદારી દાખલ

પત્ની અને સાસરિયા પક્ષના સંબંધીઓ આરોપીના રોલમાં ભચાઉ તાલુકાના મનફરા ગામની માધ્યમિક શાળાના આચાર્ય દિવ્યેશ દિનકરરાય જોશી ( ખાખરેચી, માળિયા, મોરબી,)ની આત્મહત્યાના કિસ્સામાં મૃતકની પત્ની અને સાસરિયા પક્ષના સભ્યો સામે દુષપ્રેરણનો ગુનો દાખલ કરાવાયો છે. મરનાર આચાર્યે ગળેફાંસો ખાઈ મરવા પૂર્વે લખેલી સ્યુસાઈડ નોટના આધારે મૃતકના પત્ની નેહા, સાસુ મધુબેન, સસરા લલિત ઈચ્છાશંકર જોશી (…

Read Full News

ભુજમાં બિન્ધાસ્ત તસ્કર તત્વોએ ૨.૫૩ લાખનો હાથ તાળા તોડીને માર્યો

ટંકારાના મામલતદારના ઘરની ઘટના : તપાસ શરુ વ્યવસાયે વહીવટી તંત્રમાં મામલતદાર જેવું મહત્વનું અને મેજિસ્ટ્રીયલ પદ ધરાવતા મૂળ ભુજના પ્રફુલ નરભેરમ ગોરના બંધ મકાનમાંથી ૨.૫૩ લાખની માલમાતાનો હાથ મારીને તસ્કર તત્વોએ પોતાની બિન્દાસ્તાનો પરચો આપ્યો હતો. હાલે સૌરાષ્ટ્ર વિસ્તારમાં મોરબીના ટંકારા ખાતે મામલતદાર તરીકે ફરજ બજાવતા પ્રફુલ ( પી.એન.) ગોરનું ભુજમાં વ્યાયામ શાળા વિસ્તારમાં આશાપુરા કોલોનીમાં…

Read Full News

ભુજના વીજળી ચોરીના ચકચારી કેસમાં સેન્ડવીચ વિક્રેતાનો નિર્દોષ છુટકારો

આરોપ સાબિત ન થયાનું તારણ : જિલ્લા કોર્ટનો ચુકાદો ભુજ શહેરના 6.12 લાખની વિજળીની ગેરકાયદેસર રીતે ચોરી કરવાના આરોપ સાથેના સવા ત્રણ વર્ષ જુના કેસમાં શહેરના દાવડા સેન્ડવીચના સંચાલક પ્રતીક નરભેરામ દાવડાને નિર્દોષ ઠેરવતો ચુકાદો જિલ્લા અદાલત દ્વારા અપાયો હતો. સરકાર પક્ષ તેનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યાના તારણ સાથે આ ચુકાદો અપાયો હતો ભુજમાં…

Read Full News

ગાંધીધામમાં તિરંગા યાત્રાથી રાષ્ટ્રપ્રેમ છલકાયો

જિલ્લા કક્ષાનું આયોજન :વિકસિત ભારત સાર્થક કરવા હાકલ ગાંધીધામ ખાતે શુક્રવારે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જિલ્લાકક્ષાની તિરંગા યાત્રા યોજાઈ હતી. યાત્રાને પ્રસ્થાન શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા અને શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા દ્વારા સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, ધારાસભ્યો અને મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે કરાવ્યું હટતું વિવિધ સમાજ અને સેવાભાવી સંસ્થાઓએ…

Read Full News

આંતર રાજ્ય ઘરફોડ ચોર ટોળકી પૂર્વ કચ્છ પોલીસના સકંજામાં

બે મહિલાની ધડપકડ : અનેક કેસના તાગ મળશે ઘરફોડ ચોરીના ક્ષેત્રમાં પૂર્વ કચ્છ આદિપુર પોલિસે આંતરરાજ્ય ગુનાશોધન કાર્યવાહી કરી છે. જેને લઈને ઘરફોડ ચોરીના મોટા ગજાના કારસ્તાનનો વ્યવસ્થિત ભાંડો આ અંતર્ગત ફૂટ્યો છે. મૂળ નેપાળની વતની બે મહિલા આરોપી આ કિસ્સામાં ઘરફોડ ચોરીના મુદ્દામાલ સાથે પોલીસના સકંજામાં આવી ચૂકી છે. પોલીસના જણાવ્યા મુજબ મહારાષ્ટ્ર અને…

Read Full News

સગીર વયની પુત્રીને મરવા માટે મજબૂર કરનાર માંડવીના શખ્સને આજીવન કેદ

પાંચ વર્ષ જુના કેસમાં ભુજ ખાસ કોર્ટનો ચુકાદો માંડવી શહેરના જે તે સમયના ચકચારી અને સમાજ માટે શરમનાક કહી શકાય તેવા કિસ્સામાં ભુજની ખાસ અદાલતે મરનાર સગીરાના પિતાને આજીવન સખત કેદની સજા સાથે એક લાખ રૂપિયાનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો હતો. આ કિસ્સામાં સગીર પુત્રીને મરવા મજબૂર કરનાર પિતા માંડવીના દીવાદાંડી પાસે રહેતા અને ઓમાન…

Read Full News