જાગૃતોએ પીછો કર્યો પણ બે આરોપી પલાયન
મુન્દ્રા નગરના ખારવા પચાડા વિસ્તારમાં સ્વાલી શેરીમાં 15થી 20વર્ષના બે ઈસમ ચોરીના ઇરાદે પ્રવેશ્યા હતા એક મકાન પર થી કૂદી બીજા મકાન પર કૂદી બાજુના બંધ મકાનના તાળા તોડી તેઓ અંદર પ્રવેશ્યા હતા. બંધ મકાનના કબાટ તેમજ અન્ય ભાગોને તેમણે ચૂંથી નાખ્યા હતા પણ કઈં કિંમતી વસ્તુ હાથ આવી ન હતી.
આ વિસ્તારના જાગ્રુત યુવાનો અને મહિલાઓ હોળી ચકલા વિસ્તાર સુધી એ બે ઈસમ પાછળ દોડ્યા હતા પણ તેઓ ભાગી ગયા હતા .જોકે આ સમગ્ર બનાવની મુન્દ્રા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ નથી મુન્દ્રાના ખારવા પચાડા વિસ્તાર ના સવાલી શેરી અને હોળી ચકલા જૂની બી એંડ કોલેજ પાસે પોલીસ પેટ્રોલિંગ વધારવા આ વિસ્તાર ના રહેવાસીઓ માંગ કરી રહ્યા છે

