ગાંધીધામમાં કરોડોના આઈ.ટી. કૌભાંડ મામલે ફોજદારી
ચાર સી.એ. અને વચેટિયાઓ આરોપીના રોલમાં, બોગસ ફોર્મના આધારે વિદેશમાં નાણાં મોકલવાનો આરોપ ગાંધીધામ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવકવેરા વિભાગ દ્વારા ₹804.30 કરોડના આર્થિક કૌભાંડ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આવકવેરા વિભાગના ઇન્સ્પેક્ટર નિખિલ પાટીદાર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે 4 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને 5 વચેટિયા સહિત નવથી વધુ સામે ગુનાહિત કાવતરું, છેતરપિંડી અને ખોટા…

