અંજાર તાલુકાના તુણા ગામે પથારીવશ અવસ્થામાં પડેલી દીકરી સાથે રહેતા ૮૫ વર્ષિય વૃધ્ધાનું ગળું અને મોઢું દબાવી લૂંટ કરનાર બે જણ પોલીસના સાણસામાં આવી ગયા છે.
કંડલા મરિન પોલીસે તુણા ગામે પીરવાડીમાં રહેતા રીઢા ચોર અસ્લમ ઊર્ફે સાંઈ અકબર છરેચા અને તેના દારૂડિયા મિત્ર રાજેશ ગોવિંદ સથવારાની કરી ધરપકડ આ કેસમાં કરાઇ હોવાનું કહ્યું હતું. પોલીસે લૂંટી જવાયેલા રોકડાં ૨૦ હજાર રૂપિયામાંથી ૭,૬૭૦ રૂપિયા, વૃધ્ધાના હાથમાંથી ખેંચી જવાયેલા પિત્તળની બે બંગડી, ત્રણ મોબાઈલ ફોન કબજે લીધા છે. પોલીસે આપેલી માહિતી મુજબ અસ્લમ સામે ઘરફોડના બે અને વાહનચોરીનો એક મળી ત્રણ ગુના નોંધાયેલાં છે, જ્યારે રાજેશ સથવારા દારૂ પીને રખડતી હાલતમાં કંડલા પોલીસના હાથે ત્રણવાર પકડાઈ ચૂક્યો છે.
તુણામાં વૃધ્ધાને લૂંટનારા પકડાયા

