ADMIN

ટ્રાવેલ્સ સંચાલક સાથે વિઝાના નામે ઠગાઈ

ગ્રાહકોના વિઝાની વાત કરી રકમ પડાવી, વિઝા નકલી હોવાનું ખુલ્યું ભુજમાં પંચમુખા હનુમાન શેરી ખાતે કિશોર ટ્રાવેલસ નામની એજન્સી ચલાવતા હિમેશ કિશોરભાઈ ગોરજી સાથે અલ્બેનિયા દેશના વિઝા અપાવવાના નામે રૂ.17 લાખની છેતરપિંડી થયાનો કિસ્સો બહાર આવ્યો છે. જાન્યુઆરી-2026માં હિમેશભાઈએ ઇંસ્ટાગ્રામ પર સ્ટડી, વર્ક અને ટૂરિસ્ટ વિઝાની જાહેરાત જોઈ હતી. વ્યવસાય માટે જાહેરાતમાં આપેલા મોબાઈલ નંબર…

Read Full News

માંડવીમાં બ્યુટી પાર્લરનો તાલીમ વર્ગ શરૂ

૨૦ મહિલા ૩૦ દિવસની તાલીમથી આત્મનિર્ભર બનશે માંડવી શહેરમાં દાતાઓના સહયોગથી અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના કાર્યાલયની ઉપર શ્રી ક્લાસીસમાં બ્યુટી પાર્લરનો નિ:શુલ્ક તાલીમ વર્ગ ખુલ્લો મુકાયો હતો. માંડવીની જૈનનૂતન પ્રાથમિક શાળા નં.-૩ ના પૂર્વ આચાર્ય દિનેશભાઈ મણીલાલ શાહે પોતાના પત્ની સ્વ. રંજનબેન શાહ અને પુત્ર સ્વ. દીપ શાહની સ્મૃતિમાં સ્થાપેલ “દીપરંજન સેવા કેન્દ્ર”દ્વારા કચ્છ…

Read Full News

દશમાં ધોરણના ગુણ આધારિત ગ્રામીણ ટપાલ સેવક માટે યોજાશે સીધી ભરતી

કચ્છ સહિત દેશમાં 25 હજાર જગ્યા ભરાશે કચ્છ સહિત દેશને 25 હજાર નવા ગ્રામિણ ટપાલ સેવક મળવાના સંજોગો સર્જાયા છે. ધોરણ 10 પાસ કર્યુ હોય તેવા ઉમેદવારો માટે આ અંગેની ભરતી માટે વ્યાયામ હાથ ધરાયો છે. કચ્છ જિલ્લામાં પણ ગ્રામિણ ટપાલ સેવકની અનેક જગ્યા અત્યારે વણ ભરાયેલી છે. આવી ખાલી જગ્યાઓ પણ આ ભરતી બાદ…

Read Full News

લખપત તાલુકામાં ઘાસ, પાણી અને રોજગારની ગંભીર સમસ્યા

જી.એમ.ડી.સી. પાસે તાત્કાલિક સહાયની માંગ લખપત તાલુકામાં ઓછા વરસાદના કારણે ખેતી અને પશુપાલન વ્યવસાય પર ગંભીર અસર પડી છે. તાલુકામાં માનવ વસ્તી કરતા પશુઓની સંખ્યા વધુ છે. હાલે વરસાદના અભાવે ઘાસચારાની અછત સર્જાઈ રહી છે અને પશુધન સામે પણ સંકટ ઊભું થયું છે. બીજી તરફ ખેતી નિષ્ફળ જતા સ્થાનિક લોકો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. લખપત…

Read Full News

અણુવ્રત કે 11 નિયમ પુસ્તક પર ચર્ચા

માનવ કલ્યાણ અને નૈતિક જીવનનો માર્ગદર્શક ગ્રંથ જૈન શ્વેતાંબર તેરાપંથ ધર્મસંઘના 11મા આચાર્ય, ચિંતક અને સાહિત્યકાર આચાર્ય મહાશ્રમણ જી દ્વારા લિખિત પુસ્તક ‘અણુવ્રત કે 11 નિયમ’ પર એક વિશેષ ચર્ચા પ્રકાશિત કરવામાં આવી છે. ‘આદર્શ સાહિત્ય વિભાગ, જૈન વિશ્વ ભારતી, લાડનૂં’ દ્વારા પ્રકાશિત આ પુસ્તક માનવજીવનને સન્માર્ગે દોરવા માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ રહ્યું છે….

Read Full News

થેલેસેમિયા દર્દીઓ સાથે ઉજવણી

નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે દાતા ભાવિનભાઈ ખંડોર દાદર મુંબઈના સહયોગથી જનરલ હોસ્પિટલમાં સારવાર લેતા થેલેસેમિયાના દર્દીઓ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાના મોભી વેલજીભાઈ ગણેશભાઈ મહેતાના અધ્યક્ષ સ્થાને અને જૈન અગ્રણી નટવરલાલભાઈ વોરા તથા ડોક્ટર મોહિની દાત્રાણીયાના અતિથિ વિશેષ પદે રેખાબેન પટેલે દર્દીઓનો પરિચય કરાવ્યો હતો સંસ્થાના મીનાક્ષીબેન મોત, મોહિની…

Read Full News

પુણ્યતિથિએ સેવાના કાર્યો

મૂળ ડગાળા (તા.ભુજ)ના માંડવી નિવાસી મહેતા માનવંતીબેન મણીલાલની ૧૬મી પુણ્યતિથિ જીવદયા – માનવસેવા અને ધાર્મિક પ્રવૃત્તિઓથી ઉજવાઈ હતી.માંડવીના સાતેય જૈન દહેરાસરમાં આંગી કરીને તથા મહાવીર સ્વામી ભગવાનના દહેરાસરમાં ત્રીશલા મંડળના બહેનોના માધ્યમથી પ્રભુજીની સ્નાત્ર પૂજા ભણાવીને ધાર્મિક પ્રવૃત્તિ કરાઈ હોવાનું દાતા પરિવારના દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું. પરિવારના રમેશભાઈ, વર્ધમાનભાઈ, અર્ચનાબેન, ધવલભાઈ, રિશીભાઈ અને શ્રેયા…

Read Full News

જવાનો સાથે રક્ષાબંધન ઉજવણી

કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ – ગોધરાએ માંડવીના બી.એસ.એફ.ના જવાનો સાથે રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો હતો. સમીતીના પ્રમુખ અરવિંદભાઈ જોશી, ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ મોતા, કારોબારી સભ્ય દિનેશભાઈ શાહ અને ટીમ ગોધરાના સબીરભાઈ ચાકી તેમજ માંડવીના શ્રી ક્લાસીસના બહેનો અને બાલિકાઓએ જવાનોને રાખડી બાંધી હતી.

Read Full News

લુણીમાં શાંતિલાલ સોનીની માસક્ષમણની હેટ્રિક

સોમવારના તપસ્વીનો વરઘોડો નીકળશે લુણી (તા.મુન્દ્રા)માં કચ્છ આઠ કોટી મોટીપક્ષ સ્થાનકવાસી જૈન સંઘના કાર્યવાહક તારાચંદમુનિ મ.સા. અને તેમના શિષ્યો પ્રશાંતમુનિ અને સમર્પણમુનિ મ.સાની હાજરીમાં શાંતિલાલભાઈ કુંવરજીભાઈ લખમશીભાઈ સોની (૬૪ વર્ષ) માસક્ષમણ (એક માસના ઉપવાસ)ની આરાધના કરી રહ્યા છે. તપસ્વી શાંતિલાલભાઈએ ૨૦૨૪ ની સાલમાં ૩૦ ઉપવાસ, ૨૦૨૫ની સાલમાં ૩૪ ઉપવાસ અને ચાલુ વર્ષ ૩૦ ઉપવાસ સાથે…

Read Full News

શ્રમિકોની સેવાના ૬૬૬ રવિવાર સંપન્ન

૧૩ વર્ષથી અવિરત યજ્ઞમાં ર.રપ લાખ જરૂરતમંદ આવર્યા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર ભુજના ઉપક્રમે વિવિધ દાતાઓના સહયોગથી છેલ્લા ૧૩ વર્ષથી ભુજ શહેરમાં દર રવિવારે જરૂરતમંદ શ્રમજીવી પરિવારોની સેવાનો પ્રકલ્પ અવિરત છે. જેમાં દર રવિવારે ૩૦૦ જરૂરતમંદોને દ્વારે જઈને આહાર સાથે વિવિધ વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે આ સેવાના પ્રકલ્પના તાજેતરમાં ૬૬૬ મણકા સંપન્ન…

Read Full News