માંડવીમાં બ્યુટી પાર્લરનો તાલીમ વર્ગ શરૂ

૨૦ મહિલા ૩૦ દિવસની તાલીમથી આત્મનિર્ભર બનશે

માંડવી શહેરમાં દાતાઓના સહયોગથી અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના કાર્યાલયની ઉપર શ્રી ક્લાસીસમાં બ્યુટી પાર્લરનો નિ:શુલ્ક તાલીમ વર્ગ ખુલ્લો મુકાયો હતો.
માંડવીની જૈનનૂતન પ્રાથમિક શાળા નં.-૩ ના પૂર્વ આચાર્ય દિનેશભાઈ મણીલાલ શાહે પોતાના પત્ની સ્વ. રંજનબેન શાહ અને પુત્ર સ્વ. દીપ શાહની સ્મૃતિમાં સ્થાપેલ “દીપરંજન સેવા કેન્દ્ર”દ્વારા કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ – ગોધરા અને સોનબાઈ લક્ષ્મીદાસ વીરજી ભારમલ હસ્તે. દિવ્યાબેન મોહનલાલ ચાંદ્રાના આર્થિક સહયોગથી બ્યુટી પાર્લરની તાલીમ “શ્રી ક્લાસીસ”ના માધ્યમથી આપવામાં આવશે. એમ અરવિંદભાઈ જોશીએ જણાવ્યું હતું. સમિતિના ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ મોતાના પ્રમુખસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં દાતા પરિવારના વર્ધમાનભાઈ મણીલાલ મહેતા, લોહાણા બોર્ડિંગના પ્રમુખ હરીશભાઈ ગણાત્રા, વ્યસનમુક્તિ અભિયાનના ઉપપ્રમુખ જયેશભાઈ જી. શાહ, ટીમ ગોધરાના સબીરભાઈ ચાકી અને મુલચંદભાઈ રાજા તથા ક્લાસીસના સંચાલિકા કલ્પનાબેન રાજેન્દ્રભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતાં. કલ્પનાબેન પરમારે આભારદર્શન કર્યું હતું.