રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષણના મહત્વ પર ભાર મુકાયો
સીમા સુરક્ષા દળની 90મી બટાલિયન દ્વારા બુધવારે ધોરડો ગામની સરકારી પ્રાથમિક શાળામાં વર્ષ 2026–27નો નાગરિક કલ્યાણ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં વિજય કુમાર, કમાન્ડન્ટ, 90 બટાલિયન ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નિરીક્ષક મોયાંગર, કાર્યકારી કંપની કમાન્ડર, ‘E’ કંપની અને નિરીક્ષક (G) મનોજ કુમાર, UGC સહિત સ્થાનિક જનપ્રતિનિધિઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સરહદી વિસ્તારની છ સરકારી શાળાઓમાં રમતગમતને પ્રોત્સાહન આપવા, શૈક્ષણિક સુવિધાઓમાં સુધારો કરવા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહિત કરવાના હેતુથી આશરે 5 લાખની કિંમતની રમતગમતની સામગ્રી અને આવશ્યક સુવિધાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં સરકારી પ્રાથમિક શાળા, ધોરડો, સરકારી પ્રાથમિક શાળા, પન્નાવરી, સરકારી ગોરેવાલી શાળા, પ્રાથમિક શાળા, સરકારી ગોરેવાલી ગ્રુપ શાળા, સરકારી પ્રાથમિક શાળા, ઉડમા સરકારી પ્રાથમિક શાળા,અધિયાંગને સામગ્રી વિતરણ કરાઈ હતી. મિયા હુસૈન ગુલબેગ સરપંચ, ધોરડો, પીઆઈ તેજલ પોલીસ સ્ટેશન ધોરડો, હમીદ અલીભાઈ ઉપસરપંચ, ગોરેવાલી, મોહમ્મદ મકબૂલ હાજી ફતેહ ઉપસરપંચ, પટગર, હમીદભાઈ, સભ્ય, સાનિયાડો, નિલેશ જી, GM, એગ્રોસેલ; તથા તુષાર જાની, એગ્રોસેલ સહિત વિદ્યાર્થીઓ અને શિક્ષકો, ગ્રામજનો તથા BSF જવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિજય કુમાર, કમાન્ડન્ટ, 90 બટાલિયનએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને રાષ્ટ્રના નિર્માણમાં શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો.

