લુણીમાં શાંતિલાલ સોનીની માસક્ષમણની હેટ્રિક

સોમવારના તપસ્વીનો વરઘોડો નીકળશે

લુણી (તા.મુન્દ્રા)માં કચ્છ આઠ કોટી મોટીપક્ષ સ્થાનકવાસી જૈન સંઘના કાર્યવાહક તારાચંદમુનિ મ.સા. અને તેમના શિષ્યો પ્રશાંતમુનિ અને સમર્પણમુનિ મ.સાની હાજરીમાં શાંતિલાલભાઈ કુંવરજીભાઈ લખમશીભાઈ સોની (૬૪ વર્ષ) માસક્ષમણ (એક માસના ઉપવાસ)ની આરાધના કરી રહ્યા છે. તપસ્વી શાંતિલાલભાઈએ ૨૦૨૪ ની સાલમાં ૩૦ ઉપવાસ, ૨૦૨૫ની સાલમાં ૩૪ ઉપવાસ અને ચાલુ વર્ષ ૩૦ ઉપવાસ સાથે માસક્ષમની હેટ્રિક કરી છે. ૩૧મી ઓગસ્ટ સોમવારના ૧૧ વાગે લુણીના ધર્મસ્થાનકેથી તપસ્વી શાંતિલાલભાઈનો વરઘોડો નીકળશે. આ વરઘોડો ધર્મસ્થાનકેથી પ્રસ્થાન થઈ તપસ્વીના નિવાસસ્થાન કેસરબેન કુંવરજીભાઈના ઘરે પહોંચશે ત્યાં તપસવીનું પારણું કરાવાશે.