મૂળ ડગાળા (તા.ભુજ)ના માંડવી નિવાસી મહેતા માનવંતીબેન મણીલાલની ૧૬મી પુણ્યતિથિ જીવદયા – માનવસેવા અને ધાર્મિક પ્રવૃત્તિઓથી ઉજવાઈ હતી.માંડવીના સાતેય જૈન દહેરાસરમાં આંગી કરીને તથા મહાવીર સ્વામી ભગવાનના દહેરાસરમાં ત્રીશલા મંડળના બહેનોના માધ્યમથી પ્રભુજીની સ્નાત્ર પૂજા ભણાવીને ધાર્મિક પ્રવૃત્તિ કરાઈ હોવાનું દાતા પરિવારના દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું. પરિવારના રમેશભાઈ, વર્ધમાનભાઈ, અર્ચનાબેન, ધવલભાઈ, રિશીભાઈ અને શ્રેયા મહેતા જોડાયા હતાં.
પુણ્યતિથિએ સેવાના કાર્યો

