જવાનો સાથે રક્ષાબંધન ઉજવણી

કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ – ગોધરાએ માંડવીના બી.એસ.એફ.ના જવાનો સાથે રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો હતો. સમીતીના પ્રમુખ અરવિંદભાઈ જોશી, ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ મોતા, કારોબારી સભ્ય દિનેશભાઈ શાહ અને ટીમ ગોધરાના સબીરભાઈ ચાકી તેમજ માંડવીના શ્રી ક્લાસીસના બહેનો અને બાલિકાઓએ જવાનોને રાખડી બાંધી હતી.