૬૦ વર્ષથી વધુ વયના વ્યક્તિઓને ભાગ લેવા રમતગમત કચેરીનું ઈંજન
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, કચ્છ દ્વારા ‘સિનિયર સિટીઝન રમતગમત સ્પર્ધા-૨૦૨૬’ યોજાશે. આ સ્પર્ધામાં ૬૦ વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકો માટે એથ્લેટિક્સ, વોલીબોલ, યોગાસન, ચેસ, કેરમ, રસ્સાખેંચ અને ટેનિસબોલ ક્રિકેટ જેવી વિવિધ રમતો યોજાશે. સિનિયર સિટીઝનોનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે અને તેઓ રમતગમત વિભાગની પ્રવૃત્તિઓ સાથે સક્રિય રીતે જોડાય તેવા હેતુથી આ સ્પર્ધાઓનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા કચ્છ જિલ્લાના વરિષ્ઠ નાગરિકોએ નિયત નમૂનાનું પ્રવેશપત્ર જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, રૂમ નં. ૪૧૧, ત્રીજો માળ, બહુમાળી ભવન, ભુજ ખાતેથી મેળવી લેવાનું રહેશે. સ્પર્ધકોએ સંપૂર્ણ વિગતો સાથે ભરેલું ફોર્મ, ડૉક્ટરના ફિટનેસ સર્ટિફિકેટ તથા આધારકાર્ડની નકલ સાથે તા.૩૦-૧૦- સુધીમાં કચેરી ખાતે મોકલી આપવાનું રહેશે. તેવું જિલ્લા રમતગમત અધિકારી, કચ્છની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

