સર્વસંમતિથી હોદ્દેદારોની કરાઈ વરણી, પ્રમુખ પદે નવીન રબારી વરાયા
ગાંધીધામ કોર્ટ ખાતે વકીલમિત્રોના હિત, અધિકારો, સ્વમાન અને સુરક્ષાના રક્ષણ માટે ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) ની રચના કરવામાં આવી છે.
વકીલમિત્રોની હાજરીમાં સર્વસંમતિથી નવી ટીમના હોદ્દેદારોની વરણી કરાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે નવીનભાઈ રબારી, ઉપપ્રમુખ તરીકે હરદિપસિંહ ઝાલા અને નેહલભાઈ અંસારી, મંત્રી તરીકે કિરણકુમાર સુરા તેમજ સહમંત્રી તરીકે રાજેશભાઈ હીરાની, નીતિનકુમાર લાંભા અને હરેશભાઈ વિંજોડાની નિમણૂક થઈ છે. પ્રવક્તા તરીકે કિશનભાઈ જોશી અને નિરજભાઈ પી. ડુંગરીયા, મીડિયા ઇન્ચાર્જ તરીકે દીપકભાઈ સોંદરવા અને કિરણભાઈ પરમાર, જ્યારે સોશિયલ મીડિયા ઇન્ચાર્જ તરીકે મહેશભાઈ મરંડ, ભાવેશભાઈ લીમ્બાચીયા અને રોહિતભાઈ સીરોખાની વરણી કરાઈ છે.
આ ઉપરાંત કારોબારી સભ્યોમાં ભુપેન્દ્રભાઈ મહેશ્વરી, યશભાઈ ભાટીયા, હિમાંશુભાઈ ધનવાણી, નિસર્ગભાઈ પી. ચેતનાની, જયેશભાઈ કારીયા અને હીરજીભાઈ લુણીની પસંદગી કરવામાં આવી છે.
વ્યાવસાયિક ફરજ દરમિયાન પોલીસ સ્ટેશન કે સરકારી કચેરીઓમાં વકીલો સાથે થતા અસભ્ય વર્તન, ખોટા કેસોમાં ફસાવવાના પ્રયાસો અને ધમકીઓ સામે ત્વરિત પ્રતિસાદ આપવાના ઉદ્દેશ્યથી આ ટીમ કાર્યરત કરાઈ છે. કોઈપણ વકીલ સાથે અન્યાય કે ગેરવર્તન થશે તો સમગ્ર QRT ટીમ તાત્કાલિક પડખે ઊભી રહી કાયદાકીય કાર્યવાહી કરશે અને જરૂર પડ્યે હાઇકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી લડત આપશે. ‘વકીલ એકલો નથી’ના સૂત્ર સાથે વકીલોનું ગૌરવ અને એકતા જાળવવા આ ટીમ ૨૪ કલાક અને ૩૬૫ દિવસ ખડે પગે તૈયાર રહેશે. તેવું જણાવાયું હતું.

