ગાયક દિલજીત દોસાંઝ કચ્છની મુલાકાતે.

અમદાવાદ ખાતે શો કરી ગુજરાતી પ્રેક્ષકોના દિલ જીતનાર દેશ અને વિદેશમાં મશહૂર દિલજીત દોસાંઝ કચ્છની મુલાકાતે આવ્યા.

દિલજીત એક ભારતીય મૂળના અમેરિકન ગાયક, અભિનેતા અને ફિલ્મ નિર્માતા છે.

પંજાબી સંગીત તેમજ પંજાબી અને હિન્દી સિનેમામાં તેમણે કામ કર્યું છે.

દિલજીતની જટ્ટ એન્ડ જુલિયટ 2, સજ્જન સિંહ રંગરૂટ, હોંસલા રાખ અને જટ્ટ એન્ડ જુલિયટ 3 ફિલ્મોનો સમાવેશ થાય છે.

જે ઇતિહાસમાં સૌથી વધુ કમાણી કરનારી પંજાબી ફિલ્મોમાંની એક છે.

અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શનિવારે યોજયેલો તેમનો શો હાઉસફુલ રહ્યો હતો.

અમદાવાદ એરપોર્ટથી કચ્છ આવતા સમયના દિલજીતના દ્રશ્યો સોશિયલ મીડિયામાં જોવા મળ્યા છે.

થોડા દિવસ અગાઉ દિલજીતએ જૂનાગઢ ગીરનાર પર દત્ત ભગવાન અને મા અંબાના દર્શન પણ કર્યા હતાં.