અંજાર ખાતે ૪૪૦ લાખના વિકાસકામોના વર્કઓર્ડર નું તાલુકાના સરપંચોને વિતરણ.

વિકાસના કામો સમયસર શરૂ થતાં ગામોમાં રસ્તા, પાણી, ગટર સહિતની પાયાની સુવિધાઓ વધુ મજબૂત બનશે તેવી આશા.

રાજ્યના ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગાના હસ્તે અંજાર તાલુકા પંચાયત ખાતે આયોજીત કાર્યક્રમમાં  ૪૪૦ લાખના વિકાસકામોના વર્ક ઓર્ડરનું સરપંચોને વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં તાલુકાના વર્ષ ૨૦૨૬-૨૭ના ૧૫ ટકા વિવેકાધીન ગ્રાન્ટ, એટીવીટી અને ધારાસભ્ય ગ્રાન્ટના કુલ ૪૪૦ લાખના ૧૫૪ કામોની વહીવટી મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરીને ૧૦૦ ટકા વર્ક ઓર્ડર એકીસાથે સરપંચોને વિતરણ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી છાંગાએ જણાવ્યું હતું કે, તાલુકાના વિવિધ ગામોમાં વિકાસના કામો સમયસર શરૂ થાય અને લોકોને ઝડપથી તેનો લાભ મળે તે હેતુથી તમામ વર્ક ઓર્ડર એકીસાથે આપવામાં આવ્યા છે.

આ કામો થકી ગામોમાં રસ્તા, પાણી, ગટર સહિતની પાયાની સુવિધાઓ વધુ મજબૂત બનશે.

તાલુકા પંચાયતના પ્રમુખ તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો તેમજ વિવિધ ગામના સરપંચો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.