સંગઠનની એકતા અને વિકાસની પ્રતિબદ્ધતાનો ફૂંકાયો શંખનાદ
સંગઠનની શક્તિ, સ્નેહની સુવાસ અને વિકાસના સંકલ્પને એક જ મંચ પર સાકાર કરવના ભાવ સાથે અંજાર વિધાનસભા મત વિસ્તારનું સ્નેહમિલન રવિવારે ધારાસભ્ય કાર્યાલય, મારુતિ ગ્રાઉન્ડ, અંજાર ખાતે યોજાયું હતું.
ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગના મંત્રી તથા અંજાર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના માર્ગદર્શન અને આયોજન હેઠળ આ સ્નેહમિલન યોજાયું હતું. જેનો પ્રારંભ ક્ય્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, મહંત ત્રિકમદાસજી મહારાજ, મહામંડલેશ્વર 1008 ધ્રંગ જાગીર મુરજી દાદા, ભગવાનદાસજી મહારાજ, હબાય જાગીર લક્ષ્મણગીરી બાપુ, કીર્તિદાસજી મહારાજ, કાર્તિકદાસજી મહારાજ, મનીરામબાપુ,સ્વામિનારાયણ મંદિર અંજારના સંતોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે વર્ચ્યુઅલ માધ્યમથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાત પ્રદેશ ભાજપના પ્રભારી તરુણભાઈ ચૂગ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. કચ્છની સમૃદ્ધ લોકસંસ્કૃતિના સૂર રેલાવતા લોકગાયક રાજભાઈ ગઢવી દ્વારા લોકડાયરાની જમાવટ કરવામાં આવી હતી.

ક્ય્છ જિલ્લા ભાજપ ના પ્રમુખ દેવજીભાઈ વરચદે અંજારના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગાએ વિકાસ કાર્યો થકી અંજાર વિધાનસભા મતવિસ્તાર એ વિકાસ ની નવી કેડી કંડારી હોવાની લાગણી વ્યક્ત કરી હતી. જ્યારે મંત્રી ત્રિકમભાઈ છાંગા દ્વારા પોતાના ઉદ્બોધનમાં સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ”ને આત્મસાત્ કરી અંજાર વિધાનસભા મતવિસ્તારને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
ક્ય્છ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રભાબેન હુણ (રબારી) ,અંજાર નગરપાલિકા અધ્યક્ષા ધર્મિષ્ઠાબેન ખાંડેકા, અંજાર તાલુકા પંચાયતના પ્રમુખ સંદીપભાઈ ચાવડા, જિલ્લા ભાજપના મુરજીભાઈ આહિર, મશરૂભાઈ રબારી,સુરેશભાઈ ટાંક ,અંજાર શહેર સંગઠનના પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, તાલુકા ભાજપના મહામંત્રી રૂપાભાઈ રબારી, ભુજ તાલુકા ભાજપ પ્રમુખ મનજીભાઈ બરારીયા, ક્ય્છ જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ આકીબભાઈ બાયડ, કચ્છ આહિર મંડળ ના પ્રમુખ તેજાભાઇ કાનગડ, ભારતીય કિસાન સંઘ ના પ્રમુખ કરશનભાઈ, આહિર અગ્રણી બાબુભાઈ હુંબલ, જિલ્લા પંચાયતના સદસ્યો રાજેશભાઈ ચાવડા, નરેશભાઈ થારુ, સહિતના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન અંજાર તાલુકા ભાજપના મહામંત્રી કાનજીભાઈ જીવાભાઈ આહિર અને શહેર ભાજપના મહામંત્રી ક્રિપાલસિંહ રાણાએ , આભાર વિધિ અંજાર તાલુકા ભાજપના પ્રમુખ બી.એન. આહિર એ કરી હતી.

