નખત્રાણા નવાનગરમાં ગૌશાળા નિર્માણ હેઠળ ખાતર્મુહત કરાયું

રૂ. 10 લાખના ખર્ચે કમ્પાઉન્ડ વોલનું કાર્ય શરૂ કરાયું, સેડ, અવાળા ગોદામ સહિતનું કામ હાથ ધરાશે

નખત્રાણામાં નવાનગર ખાતે ડી.એમ.એફ .ગ્રાન્ટમાંથી ગૌશાળા માટે રૂપિયા દસ લાખના ખર્ચે અબડાસાના ધારાસભ્ય તેમજ સ્થાનિક પ્રતિનિધિઓ અને ગ્રામજનોના હસ્તે કંપાઉન્ડ વોલનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું

ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને અન્ય આગેવાનો તથા સ્થાનિક ગ્રામજનો સાથે મળી ખાતમુહુર્ત કર્યું હતું

ધારાસભ્ય શ્રી જાડેજાએ કહ્યું કે નખત્રાણા તાલુકામાં અનેકવિધ વિકાસના કામો પ્રગતિમાં છે અને હજુ પણ છેવાડાના વિસ્તારના લોકો માટે જરૂરિયાત મુજબ કામો હાથ ધરવામાં આવશે.

તાલુકા ભાજપના પ્રમુખ ધર્મેશભાઈ કેશરાણી તથા કારોબારી ચેરમેન ચંદનસિંહ રાઠોડએ સ્વાગત પ્રવચન કરી નખત્રાણા તાલુકામાં વિકાસના કામોની પ્રગતિની વિગતો આપી હતી. નખત્રાણા નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન દેવાભાઈ રબારીએ સ્વાગત પ્રવચન કર્યું હતું.

તાલુકા ભાજપ મહામંત્રી હરિસિંહ રાઠોડ, હિરેન ભટ્ટ, મંગળાબેન વાઘેલા, અંજનાબેન મકવાણા, નીતિનભાઈ ગોસ્વામી, મામદ ખત્રી, મુકેશભાઈ રાણવા, મનોજભાઈ પિત્રોડા, ડાયાભાઈ સેગાણી, જીતેન્દ્રસિંહ જાડેજા, જીતુભા જાડેજા સહિતના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું

નવાનગર રબારી સમાજના આગેવાન વંકાભાઈ રબારી, લાખાભાઈ રબારી, દેવાભાઈ રબારી, રવાભાઈ રબારી, વિશાલ ભોપા, લખન કે. રબારી, કરસનભાઈ સંગાર, યુસુફભાઈ તુરિયા, મુબારકભાઈ કુંભાર, સતારભાઈ લુહાર, નાઝીરભાઈ તુરીયા, જગતસિંહ સોઢા, ગોવિંદભાઈ સથવારા, નવીન સથવારા, અશોક સથવારા , હરેશ ભોપા, ડુંગરભાઇ રબારી, ખેંગારભાઈ રબારી, કાનાભાઈ રબારી, જગાભાઈ રબારી, સોનાભાઈ રબારી, અનિલભાઈ રબારી, લખમીર દેવા, સામત દેવા, સાંગા મેઠા, સોના વેરશી, આશા સામત, સોના કાના, સોમા કાના રબારી, રાઘા જેસા રબારી, સહિતના ઉપસ્થિત રહ્યા હતા

સંચાલન હરિસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે આભાર વિધિ નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન દેવાભાઈ રબારીએ કરી હતી