ભુજના નરનારાયણ નગરમાં ગુંજયો નાદ “જય જલારામ”

સંત શિરોમણીની જન્મજયંતીની ભાવભેર કરાઈ ઉજવણી

ભુજ શહેરમાં ત્રિમૂર્તિ મંદિર સામેના વિસ્તારમાં આવેલા નરનારાયણ નગર ખાતે સંત શિરોમણી જલારામ બાપાનાં મંદિરે બાપાની ૨૨૭મી જન્મજયંતિ ભક્તિભાવ સાથે ઉજવવામાં આવી હતી. સવારે વિનેસભાઈ અનમ (બાપા દયાળુ) અને પરિવારે શાસ્ત્રોક વિધિથી પૂજન કરાવ્યું હતું. બાપાની આરતી, પૂજન અને મહાપ્રસાદ યોજાયા હતા. જલારામ મંદિરનાં દાતા વિનેશભાઇ અનમનું સોસાયટીનાં રહેવાસીઓ વતી વિનોદભાઈ ઠક્કરૅ પાગડી પહેરાવી સન્માન કર્યું હતું.

હસમુખભાઈ ભટ્ટ, ધર્મેન્દ્ર અનમ, હરેશ દાવડા, દિનેશ ગણાત્રા, મનહરભાઈ પરમાર, સિરીનભાઈ ચાવડા, કૃષ્ણસિંહ જાડેજા, મહિલા મંડળનાં પ્રમુખ પારસબા કે. જાડેજા, વીમીબહેન ઠક્કર, , ગીતા બહેન પરમાર, સરલાબેન ગોર સહિત નાં હોદેદારો તથા ભક્તજનોએ ઉપસ્થિત રહી ધર્મલાભ લીધો હતો.