મુન્દ્રામાં જલીયાણ જોગી મંદિરે થઈ પુન: પ્રતિષ્ઠા

શ્રધ્ધાભેર યોજાયા હવન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો, ભાવિકો જોડાયા

મુન્દ્રા નગરમાં રોકડીયા હનુમાન મંદિરના સંકુલમાં સંત શિરોમણી જલારામ બાપાનો પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. પ્રથમ્ દિને દાતા પરિવારએ બાપાની મૂર્તિની સ્થાપના કરી હતી.

મુન્દ્રા માં અંદાજે 50 વર્ષ જૂના જલારામ બાપાના આ મંદિરને ભૂકંપમાં નુકસાન થયુન હતું. જે પછી આ પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.

જલારામ જયંતીના પૂર્વે દિવસે રવિવારે મંદિરના પ્રાંગણમાં શાસ્ત્રોક્ત વિધિથી હવનવિધિ કાર્યક્રમ યોજાયો હતો. બપોરે ભક્તોએ મહા પ્રસાદ લીધો હતો.

જલારામ જયંતીની પૂર્વ રાત્રિએ ગુજરાતના પ્રખ્યાત કલાકાર રાજુ ભાઈ ભટ્ટ અને તેમની ટીમએ બાપાના જીવન ચરિત્ર અંગે ભક્તિ સંગીત ના કાર્યક્રમમાં રમઝટ બોલાવી હતી. આ પૂર્વે ચોથાણી જીન ખાતે રંભાબેન દેવજીભાઈ આહિર પરિવાર તરફ થી યોજાયેલા બાપાના પ્રસાદનો ભક્તોએ લાભ લીધો હતો.

આ સેવાકીય કાર્યના મુખ્ય યજમાન હંસાબેન્ હરસુખલાલ મહેતા પરિવાર, શિખર પૂજનના દાતા ઈન્દિરાબેન છગનલાલ ઠક્કર પરિવાર અને ધ્વજા ચડાવવા અને પૂજનના દાતા નારાણજી રામજી ચોથાણી પરિવાર રહ્યા હતા.

રોકડીયા હનુમાન સમિતિના પ્રમુખ ગિરીશ ઠક્કર, સ્નેહલ વ્યાસ, અશોક અધિકારી અને ભૂપેન્દ્ર ભાઈ તેમજ તેમની ટીમએ સહયોગ આપ્યો હતો.