નખત્રાણા ચેમ્બર ઓફ કોમર્સના સ્નેહમિલનમાં નર્મદા જળની નવા વર્ષની ભેટ મળવાનો ધારાસભ્યનો નિર્દર્શ, ખૂટતી કડીઓ પૂરવા માટે ખાત્રી

નખત્રાણા તાલુકાનો વિકાસ સહિયારા પુરુષાર્થને આભારી

 

નખત્રાણા નગરમાં ઉમા વિદ્યાલય સભાખંડ ખાતે નખત્રાણા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા નવા વર્ષને આવકારતો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો.

ચેમ્બરના પ્રમુખ બાબુલાલ ધનાણી દ્વારા સૌને આવકારવામાં આવ્યા હતા. ઉપપ્રમુખ ભરતભાઈ સોમજીયાણી તથા રાજેશભાઈ પલણે સ્વાગત પ્રવચન કર્યું હતું .

આ પ્રસંગે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કહ્યું કે ગયું વર્ષ ભલે ગમે તેવું ગયું પણ હવે નવું વર્ષ બધાને ગમે તેવું જાય એવી ઈશ્વર પાસે પ્રાર્થના. નખત્રાણાના વિકાસમાં ચેમ્બર ઓફ કોમર્સનો સિંહ ફાળો રહ્યો છે આવનારા સમયમાં પણ ચેમ્બરને સાથે રાખી નખત્રણાની વિવિધ ખૂટતી કડીઓ પૂરવા માટે સરકાર કટિબંધ છે. નખત્રાણાને નગરપાલિકાનો દરજ્જો મળ્યો છે ત્યારે આગામી સમયમાં ન કલપી શકાય તેટલા વિકાસ થવાનો છે. તેવું ધારાસભ્યએ જણાવ્યું હતું. આગામી સમયમાં હજુ ન કલ્પી શકાય એટલો વિકાસ થાય તેવા સહીયારા પુરુષાર્થો કરવામાં આવશે નવા વર્ષમાં નર્મદાના જળ નખત્રાણા ને મળે અને કટોકટીને સમયમાં ઉપયોગી થાય તે માટે મોટા ડેમ બનાવવાની પણ તૈયારીઓ છે સરકાર દ્વારા વહેલી તકે નખત્રણાને નર્મદાના જળ મળે તે માટે પ્રયાસો ચાલુ છે આ જ નવા વર્ષમાં નખત્રાણા તાલુકાના નર્મદાના જળની ભેટ મળશે બાયપાસ નો મુદ્દો ઉકેલાઈ ગયો છે હવે માત્ર ચૂકવણા ચાલુ છે જે પૂર્ણ થઈ ગયા બાદ બાયપાસ નું કામ પણ શરૂ થઈ જશે અને નખત્રાણા ને ટ્રાફિકની મહાવ્યથામાંથી મુક્તિ મળશે. તેવું ધારાસભ્ય શ્રી જાડેજાએ ઉમેર્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બાબુલાલભાઈ ધનાણીએ ગત વર્ષ ખેડૂતો અને માલધારીઓ માટે વરસાદ ન પડતા અતિ ખરાબ ગયું છે પરંતુ આગામી વર્ષ સારું જાય તેવી લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે, કોઈ પણ વેપારીને સમસ્યા હોય તો ચેમ્બરનું ધ્યાન દોરી શકે છે ચેમ્બર દ્વારા ઘટતું કરવામાં આવશે.

આ પ્રસંગે ઉપ-પ્રમુખ દિનેશભાઈ જોશી, ધર્મેશભાઈ કેસરાણી , વસંત વાઘેલા, હરીસિંહ રાઠોડ, કિશોરભાઈ કોટડીયા, ભરતભાઈ કોટડીયા, લાલજીભાઈ રામાણી, દમયંતીબેન પટેલ , ડાયાભાઈ સેંઘાણીી , દોલતભાઈ ભાનુશાલી, ચંદન સિંહ રાઠોડ, નીતિનભાઈ ઠક્કર, મહમદભાઈ ખત્રી, મેઘાભાઇ રબારી , પ્રાગજીભાઈ ઠક્કર, પ્રવીણભાઈ ધનાણી , જીતુભા જાડેજા , છગનભાઈ ધનાણી, અનિલભાઈ ગોર , ચેતનભાઇ ઠક્કર , ગંગારામભાઈ સોની, ઘનશ્યામભાઈ સોની, ભરતભાઈ નાથાણી , કાંતિભાઈ નાથાણી, સંજય મહેતા, મિતેશભાઇ ઠક્કર, ઈશ્વરભાઈ પટેલ , ભૂપેશ રામાણી, નીતિન મોઢ, અમિતભાઈ ગોસ્વામી , શૈલેષભાઈ પોકાર , વેણીલાલ રૈયાણી, હંસાબેન રૈયાણી, ચંદ્રિકાબેન કેસરાણી, સંગીતાબેન સાધુ , કેશુભાઈ રૂડાણી , ચંદુલાલ લીંબાણી, ગૌરીલાલ સોની , પ્રાગજીભાઈ ઠક્કર, ભરતભાઈ રૈયાણી, હાર્દિકભાઈ સોની, જાગૃતીબેન ઠક્કર, મનન લુહાર, નીતિન સુરાણી, કરીમ ખત્રી, ફકીર મામદ ખત્રીી, ભાવિન ઠક્કર , કરમશી રબારી, દેવાભાઈ રબારી, સહિતના ઉપસ્થિત રહ્યા હતા સંચાલન રાજેશભાઈ પલંણ તેમજ આભાર વિધિ ઉપપ્રમુખ દિનેશભાઈ જોશી દ્વારા કરવામાં આવી હતી.