કચ્છ, બ્રહ્નદ કચ્છ અને મુંબઈમાં શોકની લાગણી ફેલાઈ
મૂળ માંડવી તાલુકાના નાના ભાડીયા ગામના વતની અને વ્યવસાયે ઉદ્યોગપતિ એવા જાણીતા દાતા ચંદ્રકાંતભાઈ વલ્લભજી ગોગરીનું રવિવારના અવસાન થતાં માંડવી તાલુકા સહિત કચ્છ, બ્રહ્નદ કચ્છ અને મુંબઈમાં શોકની લાગણી ફેલાઈ છે.
ચંદ્રકાંતભાઈ ગોગરી મુળ નાના ભાડીયાના વતની હતાં વ્યવસાયે મહાનગર મુંબઈને કર્મભૂમિ બનાવી ઘણા વર્ષોથી તેઓ મુંબઈ રહેતા હતાં.
સદગત ચંદ્રકાંતભાઈની અંતિમયાત્રા તા.૧૬-૧૧ સોમવારે સવારે ૧૦ વાગ્યે તેમના પવઈ સ્થિત નિવાસસ્થાન – રીચમંડ, પવઈ, અંધેરી (પૂર્વ) મુંબઈથી નીકળશે.
સ્વ. ચન્દ્રકાન્ત ગોગરીએ સામાજિક અને ધાર્મિક સહિતના વિવિધ ક્ષેત્રમા દાનનો પ્રવાહ અવિરત રાખ્યો હતો. જુદીજુદી સંસ્થાઓને પણ તેમની હૂંફ મળતી રહી હતી. તેમના દાન દ્વારા અનેક ઉપયોગી કામો થયા હતા. ક.વી.ઓ. જૈન મહાજન ભુજ, સર્વ સેવા સંઘ ભુજ, વ્યસન મુક્તિ અભિયાન અને માંડવી અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી સહિતની સંસ્થાઓ દ્વારા તેમને અંજલિ અપાઈ હતી.

