સમાજની હાજરીમાં સમાધાન છતાં માર માર્યાનો આરોપ
ભુજ શહેરમા દાદુપીર રોડ, ભીડનાકા વિસ્તારમાં જૂની અદાવતમા રિક્ષાચાલક પર લોખંડના પાઇપ વડે હુમલો થવાનો બનાવ બહાર આવ્યો છે. આ મામલે ભુજના અયુબ ઉમર મમણ (ઉં.વ. 24)એ રિજવાન મોખા, ઇબ્રાહિમ મિયાણા અને શાહિદ મોખા સામે ભુજ શહેર બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, અયુબ મમણ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. આશરે એક વર્ષ અગાઉ રિજવાન મોખા સાથે મારામારી થઈ હતી, જે અંગે ફરિયાદ પણ નોંધાઈ હતી. જોકે, આ મામલે સમાજ અને પરિવારજનોની હાજરીમાં સમાધાન થયું હતું. આમછતાં અદાવત રાખીને પાઇપથી આ હુમલો કરાયો હતો.

