રાજ્ય સ્તરે બે સુવર્ણ સહિત ૧૪ ચંદ્રક મેળવ્યા
જૂનાગઢ ખાતે 70મી રાજ્ય કક્ષાની શાળાકીય કુસ્તી સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં ગ્રીકો-રોમન કુસ્તીના અન્ડર-17 અને અન્ડર-19 વયજૂથમાં કચ્છ જિલ્લાના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી બે સુવર્ણ સહિત ૧૪ મેડલ પ્રાપ્ત કર્યા હતા. ખેલાડીઓની આ ગૌરવપૂર્ણ સિદ્ધિથી કચ્છ જિલ્લા તેમજ સંસ્થાનું ગૌરવ વધ્યું હોવાની લાગણી વ્યક્ત કરવામાં આવી છે.
સ્પર્ધામાં ગોલ્ડ મેડલ વિજેતા પિંડોરીયા દિવ્ય વિશ્રામભાઈ નારણપર અને ભંડેરી રાજન હરીશભાઈ — રામપર વેકરા રહ્યા હતા. તો સિલ્વર મેડલ વિજેતા વેકરીયા પ્રિન્સ દિનેશભાઈ નારાણપર, વરસાણી મીત પ્રવિણભાઈ સુખપર, શિયાણી મયુર પ્રકાશભાઈ સુખપર અને હિરાણી પ્રિન્સ કિશોરભાઈ કોડકી રહ્યા હતા.
આ ઉપરાંત બ્રોન્ઝ મેડલ વિજેતા વેકરીયા ઇશ્વર ઘનશ્યામભાઈ નારાણપર, ભુવા હર્ષ શામજીભાઈ સુખપર, વેકરીયા કૃણાલ કિશોરભાઈ ભુજ, કેરાઈ જીગ્નેશ અરવિંદભાઈ નારાણપર, કેરાઈ ચિંતન કલ્યાણજી માંડવી, દબાસીયા હર્ષ જીતેશભાઈ માનકુવા, જોધાણી ધ્રુવ રમેશભાઈ માનકુવા અને પાધરા સુમિત ભરતભાઈ સુખપર રહ્યા હતા.
આ રાજ્ય કક્ષાની પ્રતિષ્ઠિત સ્પર્ધામાં કચ્છના ખેલાડીઓએ 2 ગોલ્ડ મેડલ, 4 સિલ્વર મેડલ અને 8 બ્રોન્ઝ મેડલ મળી કુલ 14 મેડલ પ્રાપ્ત કરી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી.
ખેલાડીઓની અથાગ મહેનત, શિસ્ત, સમર્પણ અને રમત પ્રત્યેની નિષ્ઠાના પરિણામે આ સિધ્ધિ પ્રાપ્ત થયની લાગણી વ્યક્ત કરી વિજેતા ખેલાડીઓને બિરદાવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી. કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખ અને મંત્રી તથા ટ્રસ્ટીઓ, તેમજ આર.ડી. વરસાણી કુમાર વિદ્યાલય અને કુમાર વિદ્યાધામ પરિવાર તરફથી વિજેતા ખેલાડીઓ, તેમના વાલીઓ, માર્ગદર્શક કોચ અને વ્યાયામ શિક્ષક મિત્રોની સરાહના કરાઈ હતી.

