મજદૂર સંઘ દ્વારા ભુજમાં ધરણાં આવેદન

લાંબા સમયથી પડતર પ્રશ્નો માટે કરાયો પુનરોચ્ચાર

ભારતીય મજદુર સંઘ દ્વારા દેશ વ્યાપી આંદોલનના ભાગરૂપે ભુજ ખાતે જિલ્લા કલેકટર કચેરીએ વિવિધ માંગણીઓ સાથેનો ધારણા તથા આવેદનપત્રનો કાર્યક્રમ યોજ્યો હતો. આશા વર્કર, મધ્યાન ભોજન, વિદ્યુત, એલ.આઇ.સી સહિતના વિવિધ એકમના ૭૦૦ કર્મચારી જોડાયા હતા
સંઘના જિલ્લા મંત્રી જીગ્નેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું કે સરકાર દ્વારા પેન્શન, મોંઘવારી, મેડિકલ, મધ્યાન ભોજન, આંગણવાડી બહેનોના વેતન ,પેન્શન, કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ, ગ્રેજ્યુએટીની મર્યાદામાં વધારો, સમાન વેતન ધારા ને લાગુ કરી ન્યાય આપવા માંગ સંઘે દોહરાવી છે.
સંઘ” (BMS) દ્વારા રાષ્ટ્રહિત, ઉદ્યોગહિત અને શ્રમિકહિતના સંકલ્પ સાથે સમગ્ર ભારતમાં જિલ્લાના મુખ્ય મથકો પર ૧૭ ઓગસ્ટના દેશવ્યાપી આંદોલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જે અંતર્ગત કચ્છ જિલ્લાના અલગ અલગ ઉદ્યોગના શ્રમિકો દ્વારા શ્રમિકોના અધિકારો અને વિવિધ પડતર માંગણીઓને લઈને ધરણા યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવામમાં આવ્યું હતું.
દર મહિને લઘુત્તમ વેતન ૩૦,૦૦૦ કરવામાં આવે.
ESICની પગાર મર્યાદા ૨૧,૦૦૦થી વધારીને ૪૨,૦૦૦ કરવામાં આવે.
ઓછામાં ઓછું EPS પેન્શન ૭૫૦૦ મહિનાનું, મોંઘવારી ભથ્થું અને ચિકિત્સા (મેડિકલ) યોજના,
ઈ પી એફ ની પગાર મર્યાદા ૧૫,૦૦૦થી ૩૦,૦૦૦, બોનસ ગણતરી મર્યાદા ૭૦૦૦થી ૧૮,૦૦૦,બોનસપાત્ર પગાર મર્યાદા ૨૧,૦૦૦થી ૪૨,૦૦૦ કરવામાં આવે. આંગણવાડી, મધ્યાહન ભોજન યોજના અને સમાન વેતન’નો નિયમ કડકપણે લાગુ કરી શ્રમ-વિરોધી જોગવાઈઓ દૂર કરવામા આવે તેના સહિતની રજૂઆત આવેદનપત્રમાં કરાઇ હતી.