ગુજરાત પોલીસના ૬ અધિકારી ‘કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક-૨૦૨૬’થી સન્માનિત

બહુમાનિતોમાં કચ્છ સી.આઈ.ડી. આઈ.બી. ભુજ રિજીયનના એસ.પી. અંશુલ જૈનનો પણ સમાવેશ

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે શનિવારે રાષ્ટ્રીય એકતા દિવસે ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૨૬ માટે પ્રતિષ્ઠિત ‘કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક’ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
સુરક્ષા દળોના મનોબળને પ્રોત્સાહન આપવા અને ઉત્કૃષ્ટ સેવાઓને બિરદાવવા માટે દેશભરમાંથી કુલ ૪૯૦ કર્મીઓની પસંદગી કરવામાં આવી છે, જેમાં ગુજરાત પોલીસના ૬ અધિકારીઓએ વિશેષ ગૌરવ હાંસલ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ તા.૧ ફેબ્રુઆરી, ૨૦૨૪થી આ પદકની શરૂઆત કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય સુરક્ષા દળોના મનોબળને વિશેષ બળ પૂરું પાડવાનો અને તેમને પ્રોત્સાહિત કરવાનો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સત્તાવાર જાહેરાત અનુસાર, ગુજરાત રાજ્ય પોલીસના ૬ અધિકારીઓને ઇન્વેસ્ટિગેશન ફિલ્ડમાં અનુકરણીય કામગીરી બદલ આ પ્રતિષ્ઠિત પદક એનાયત કરવામાં આવ્યું છે. જેમાં ભુજ આઈ.બી.ના પોલીસ અધિક્ષક અંશુલ જૈન, એએસપી સિમરન ભારદ્વાજ, ડીવાયએસ્પી રણજીતસિંહ સિંઘલ, પોલીસ ઇન્સ્પેક્ટર જયેશ ઠાકોર, પોલીસ ઇન્સ્પેક્ટર પાર્થેન્દ્રસિંહ વાઘેલા, પોલીસ ઇન્સ્પેક્ટર ગુણવંત મનુભાઈ હડિયાનો સમાવેશ થાય છે. રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે આ પદક માટે પસંદગી પામેલા અધિકારીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, “ગુજરાત પોલીસના કર્મઠ અધિકારીઓને રાષ્ટ્રીય સ્તરે મળેલું આ પ્રતિષ્ઠિત સન્માન સમગ્ર રાજ્ય માટે ગૌરવની ક્ષણ છે. ઇન્વેસ્ટિગેશન ક્ષેત્રે તેમની ઊંડાણપૂર્વકની અને નિષ્ઠાવાન કામગીરી અન્ય પોલીસકર્મીઓ માટે પણ પ્રેરણારૂપ સાબિત થશે