દિવાળી તહેવારોમાં સોનાચાંદીના વેપારીઓ અને આંગડિયાની સુરક્ષા માટે પોલીસ સજ્જ

રાપર પોલીસે ક્લોઝ સર્કિટ કેમેરાથી ફૂટ પેટ્રોલિંગ સુધીની વ્યવસ્થાની કરી હિમાયત

દીપોત્સવીતહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને વેપારીઓની સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી રાપર પોલીસ દ્વારા અગમચેતીનાં પગલાં લેવાઈ રહ્યાં છે. આ અંતર્ગત જ્વેલર્સ, આંગડિયા પેઢીના સંચાલકો અને બેંકના અધિકારીઓ સાથે રાપર પોલીસ મથકે બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા, શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવા અને કોઈ ઘટના બને તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અંગે ચર્ચા સાથેની અપીલ કરવામાં આવી હતી.
તહેવારો દરમિયાન બજારોમાં ભીડ અને ખાસ કરીને સોના-ચાંદીના દાગીનાના વેપારીઓ, રોકડ વ્યવહાર કરતી આંગડિયા પેઢીઓ અને બેંકોમાં નાણાકીય વ્યવહારો વધુ રહેતા હોવાથી આ સ્થિતિમાં સુરક્ષાની દૃષ્ટિએ વિશેષ તકેદારી રાખવી જરૂરી બને છે. તેવું કહી આ બાબતોને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા વેપારીઓ અને નાણાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓને જરૂરી સૂચનો બેઠકમાં કરાયા હતાં. બેઠકમાં સુરક્ષાને લઈને આ મુદ્દાઓ પર ભાર CCTV કેમેરા: દુકાનો અને પેઢીઓમાં સીસીટીવી કેમેરા કાર્યરત રાખવા અને શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવા સૂચના આપવામાં આવી. જ્વેલરી કે રોકડ રકમની હેરફેર દરમિયાન કોઈ વ્યક્તિ રેકી કરતી જણાય તો પોલીસને જાણ કરવા અપીલ પણ કરવામાં આવી હતી.