આઠમ નિમિત્તે કન્યા પૂજન, શણગાર કીટનું વિતરણ

નવરાત્રીના પર્વની આઠમ નિમિત્તે ભુજ ખાતે કિશિવ ફાઉન્ડેશન, પૂનમ પીંગલેશ્વર, પ્રેરણા મહિલા મંડળ, સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે ૧૧ વર્ષ સુધીની કુમારિકાઓનું પૂજન કરી તેમના પગ ધોઈ, તિલક કરવામાં આવ્યું હતું. બાલિકાઓને સાત જેટલી વસ્તુઓની શણગાર કીટ અર્પણ કરવામાં આવી હતી. કિશિવ ફાઉન્ડેશનનાં નયનાબેન ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ વંદનાબેન ગોસ્વામીની આગેવાનીમાં કુમારિકા પૂજન કરવામાં આવ્યું હતું. નયનાબેન ગોસ્વામી, વંદનાબેન ભાવસાર, મીરાબેન જેઠી, માલાબેન જોશી, આશાબેન ભાનુશાલી, અર્ચનાબેન મહેતા, ઉન્નતિબેન સોની અને રંજનબેન મોડે સહયોગ આપ્યો હતો. સત્યમ સંસ્થા વતી દર્શકભાઈ અંતાણી, અંકિતાબેન ધોકાઈ, રામુબેન પટેલ, નરેન્દ્રભાઈ સ્વાદિયા અને માલશ્રીબેન ગઢવી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.