પાટણના ચર્ચાસ્પદ હત્યા કેસમાં મહિલા આરોપીને હાઇકોર્ટમાં જામીન

કેસના વિવિધ પાસા ધ્યાનમાં રાખીને અપાયો ચુકાદો

કચ્છના પાડોશી જિલ્લા પાટણ ખાતે બનેલા ચકચારી હત્યા કેસમાં ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપતા મહિલા આરોપી ગીતાબેન આહીરના નિયમિત જમીન મંજૂર કર્યા હતા.
આ પ્રકરણમાં અગાઉ રાધનપુર ખાતેની સેસન્સ કોર્ટ દ્વારા આ મહિલા આરોપી માટેની જામીન અરજી નામંજૂર કરાઈ હતી. આ પછી આ આ મામલો હાઈકોર્ટ સમક્ષ લાઇ જવાયો હતો. પાટણ જિલ્લાના સાંતલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગુનામાં મૃતકનો મૃતદેહ બળેલી હાલતમાં મળી આવ્યો હતો, જેમાં ગીતાબેન આહીર અને અન્ય આરોપીઓ સામે હત્યા, કાવતરું ઘડવા અને પુરાવાનો નાશ કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સુનાવણીમાં આરોપી તરફે રોકાયેલા એડવોકેટ નવીન આર. રબારીની દલીલો, તપાસના રેકોર્ડ, અત્યાર સુધીનો જેલવાસ અને ટ્રાયલ પૂરી થવામાં લાગનારા સંભવિત સમય જેવા વિવિધ પાસાઓને કેન્દ્રમાં રાખીને ન્યાયાધીશે શરતોને આધીન જામીન પર મુક્ત કરવાનો ગીતાબેન માટે હુકમ કર્યો હતો.