વિવારે કચ્છ માકપટ જૈન સમાજના પ્રમુખ કેતનભાઈ શાહની આગેવાનીમાં યાત્રા પ્રવાસ સમિતિના સભ્યો પ્રજ્ઞેશભાઈ મહેતા વગેરે દ્વારા 135થી વધુ સભ્યો સાથે જૈન સમાજના આસ્થાના કેન્દ્ર મણિલક્ષ્મી તીર્થ તથા ઉજ્જૈન મહાતીર્થની યાત્રા યોજાઈ હતી. આ આયોજન 5 દિવસ ચાલવાનું છે. ભુજ રેલવે સ્ટેશનથી સયાજી ટ્રેનથી ભુજ માકપટ જૈન પરિવારના પ્રમુખ પ્રકાશ ગાંધી, ઉપપ્રમુખ સુરેશભાઈ શેઠ, મંત્રી પ્રવીણભાઈ મેહતા, સહમંત્રી ચેતન ગાંધી, ખજાનચી ચંદ્રકાન્ત શાહ તેમજ પૂર્વ નગરસેવક ધીરેનભાઈ લાલન વગેરેએ શ્રાવિકા સાથે સંઘ પૂજન કરી પ્રસ્થાન કરાવ્યું હતું તેવું મંત્રી ધ્રુમિલ શાહ દ્વારા જણાવાયું હતું
ભુજ માકપટ જૈન સમાજની યાત્રા

