સેવાકાર્યો સાથે વડાપ્રધાનનો જન્મદિન ઉજવાયો

માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી અને કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ- ગોધરા દ્વારા દાતાઓના સહયોગથી સિલાઈ મશીન- ટ્રાયસિકલ અને વ્હીલચેર અર્પણ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ ઉજવાયો હતો. માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે જરૂરતમંદ ૪ મહિલાને ૪ સિલાઈ મશીન, ૨ દિવ્યાંગને ટ્રાયસિકલ અને ૧ દિવ્યાંગને વ્હીલચેર અર્પણ કરાય હતી. સોસાયટીના પ્રમુખ દિનેશભાઈ શાહે આવકાર આપ્યો હતો.સમિતિના પ્રમુખ અરવિંદભાઈ જોશીએ સેવાકીય પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા બદલ આભાર માન્યો હતો.