માંડવીના વાલ્મિકી સમાજને વોટર કુલર ભેટ

કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ – ગોધરા દ્વારા, દાતાના સહયોગથી, માંડવીના વાલ્મિકી સમાજને વોટર કુલર ભેટ અપાયું હતું. મૂળ માંડવીના હાલમાં મસ્કત ઓમાનમાં રહેતા જયાવંતીબેન વિજયસિંહ ટોપરાણી (હસ્તે. નિરંજનાબેન અરવિંદભાઈ ટોપરાણી) તરફથી માંડવીના વાલ્મિકી સમાજને સમિતિના અરવિંદભાઈ જોશી, દિનેશભાઈ શાહ, અને લાયજાના સાહિત્યકાર વિશ્રામભાઈ ગઢવી, કથાકાર અશ્વિનભાઈ શાસ્ત્રી અને તાલુકા પંચાયતના સત્તાપક્ષના નેતા કીર્તિભાઈ ગોરના હસ્તે સમાજના પ્રમુખ પ્રકાશભાઈ મકવાણા, ઉપપ્રમુખ મનહરભાઈ પરમાર અને મંત્રી વિજયભાઈ વાઘેલાને વોટર કુલર અર્પણ કરાયું હતું.