પ્રમાણપત્ર વિતરણ–સન્માન

મૂળ માંડવીના હાલમાં અમેરિકા સ્થિત દાતા ડો. ધીરજભાઈ શાહના સૌજન્યથી માંડવીમાં અનુમોદના ટ્રસ્ટ દ્વારા સેવા મંડળમાં ટોકન ભાવથી કોમ્પ્યુટર કલાસ ચાલી રહ્યા છે. જેમાં ડોટર્સ ડે નિમિત્તે ૨૮ વિદ્યાર્થીનીને સર્ટીફિકેટ તથા તેમણે આપેલ ફી ની રકમ પરત કરી સન્માન કરવામાં આવ્યું હતું. સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ, ટ્રસ્ટી ચંદ્રસેનભાઈ શાહ, દિનેશભાઈ એમ. શાહ, જયેશભાઈ શાહ,…

Read Full News

માંડવી જૈન આશ્રમને ફ્રીઝ ભેટ અપાયું

માંડવીના મેઘજી સોજપાલ જૈન આશ્રમમાં રહેતા માનસિક દિવ્યાંગોની સગવડમાં વધારો કરવા માંડવી શહેરની શાળા નં.-૪ (ટોપરાણી શાળા)ના નિવૃત શિક્ષિકા સ્વ. કુસુમબેન હેમેન્દ્રભાઈ શાહના સ્મરણાર્થે માંડવીની પ્રો. કે.ટી.શાહ પ્રાથમિક શાળા (મસ્કા ઓકટ્રોય પ્રાથમિક શાળા)ના શિક્ષિકા દિપાલીબેન કુમારપાળ શાહે ૩૦૦ લીટરનું ફ્રીઝ ભેટ આપ્યુ હતું. આ પ્રસંગે દાતા દિપાલીબેન સાથે ચંદનબેન દિલીપભાઈ જૈન, પૂર્વીબેન જીગરભાઈ જૈન, દિપેશભાઈ…

Read Full News

કાયદા મંત્રીએ કચ્છી એડવોકેટને બિરદાવ્યા

રાજ્ય બાર કાઉન્સિલની શિસ્ત સમિતિમાં કો-ઓપટ સભ્ય તરીકે નિયુક્ત થયેલા ભુજ કચ્છના ધારાશસ્ત્રી મગનભાઈ રાજીયાભાઈ ગઢવીએ રાજ્યના કાયદા વિભાગના મંત્રી કૌશિકભાઈ વેકરિયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે વકીલોને સંલગ્ન વિવિધ પ્રશ્નો અને મુદ્દાઓની ચર્ચા થઈ હતી. મંત્રી શ્રી વેકરિયાએ નવી નિમણૂક બદલ મગનભાઈ ગઢવીને શુભેચ્છા પાઠવી તેમને બિરદાવ્યા હતા.

Read Full News

કલાવૃંદ ક્લબના કાર્યક્રમમાં સંગીતની મહેફીલ જામી

ભુજની સંગીતની સંસ્થા ક્લાવૃંદ દ્વારા અશોકભાઇ માંડલિયાના સાનિધ્યમાં સંગીતની રમઝટ સાથે મહેફીલ જામી હતી. પ્રકાશભાઈ ગોર, સુધિરભાઈ પાઠક, અશોકભાઈ‌ માંડલિયા, પ્રેમ બહાદુર, હેમાલીબેન માંડલિયા, પ્રદિપભાઈ ઐયર, આશિષભાઈ વૈધ, હિતેષભાઈ માણેક, દિપકભાઈ ચૌહાણ, દર્શનાબેન મુન્શી, મનિષભાઈ ચૌહાણ, જી.આર.ગઢવી, ઈન્દુબેન ઠાકર, ટીઆના માંડલિયા, જયાબેન ઠક્કર, રધુવીરસિંહ જાડેજાએ ગીતો ગાયા હતા.

Read Full News

ભુજમાં ACBની લાંચની ટ્રેપ : ખાણ-ખનિજ કચેરીના IT એક્ઝિક્યુટીવ સામે કાર્યવાહી

ભુજની ખાણ-ખનિજ કચેરીના IT એક્ઝિક્યુટીવ દ્વારા વચેટિયા આશિષ મારફતે રૂ. 50 હજારની લાંચ સ્વીકારવાના મામલે ACBએ છટકું ગોઠવી કાર્યવાહી હાથ ધરી છે ભુજમાં મુંદરા રોડ પર આવેલા એરોપ્લેન સર્કલ નજીક વચેટિયાને લાંચની રકમ સ્વીકારતા ACB ટીમે ઝડપી પાડ્યો હતો  તપાસના આધારે IT એક્ઝિક્યુટીવ જીનીશ આચાર્યને પણ ઝડપી લેવાયો હતો  કેસના ફરિયાદીનું રેતીની લિઝનું એકાઉન્ટ અનલોક…

Read Full News

મોટીવિરાણી (નખત્રાણા)ના સંત શાંતિદાસજી મહારાજનું બદ્રીનાથ ખાતે દેવલોક ગમન

મોટીવિરાણી (નખત્રાણા)ના સંત શાંતિદાસજી મહારાજ બદ્રીનાથ ખાતે દેવલોક ગમન પામ્યા છે. આ ઘટનાથી  કચ્છ અને  સંત સમાજમાં મોટી ખોટ પડી છે. મહામંડલેશ્વર અને ૧૦૦૮ની પદવીથી વિભૂષિત રવિભાણ સંપ્રદાયના સંત શાંતિદાસ મહારાજએ પોતાના જીવન દરમ્યાન ધર્મ, આધ્યાત્મિકતા, સેવા અને માનવતાનો પ્રકાશ પાથર્યો હતો. કચ્છ અને બ્રહ્નદ કચ્છના ભાવિકો દ્વારા એમને અંજલિ અપાઈ હતી

Read Full News

કચ્છ યુનિ. – ગુજરાત પ્રવાસન વિભાગે કર્યા મહત્વના કરાર

ગાંધીનગર ખાતે વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મોહન પટેલ અને પ્રવાસન નિગમના એમ.ડી. ડૉ. વિપિન ગર્ગ દ્વારા પ્રવાસન વિકાસ અને કૌશલ્ય તાલીમ અર્થે ઐતિહાસિક એમ.ઓ.યુ. ની આપ-લે કરવામાં આવી

Read Full News

મીની તરણેતર મોટા યક્ષના મેળાનો પ્રારંભ

કચ્છ જિલ્લાના સૌથી મોટા અને મીની તરણેતરની ઉપમા પામેલા નખત્રાણા તાલુકાના મોટા યક્ષદેવના સ્થાનકે ભાતીગળ લોકમેળાનો પરંપરાગત રીતે દબદબાભેર પ્રારંભ. રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગાએ અગ્રણીઓ –સહેલાણીઓની હાજરીમાં કરાવ્યો મેળાનો પ્રારંભ. કચ્છ અને કચ્છ બહારથી મેળાના માણીગરો ઉમટ્યા. પહેલા જ દિવસથી મેળાની રંગત જામી

Read Full News

બી.એસ.એફ.માં ઘાસકટર અર્પણ કરાયું.

કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા દ્વારા માંડવી બીએસએફમાં દાતાના સહયોગથી ઘાસકટર અર્પણ કરવાનો લોકાર્પણ કાર્યકર્મ યોજાયો હતો. સમિતિના પ્રમુખ અરવિંદભાઈ જોશીએ પ્રમુખ સ્થાનેથી બોલતા સૌને આવકારી દાતા પટેલ મૂળજીભાઈ મેઘજીભાઈ વાસાણી (હસ્તે નિલેશભાઈ વાસાણી, નાની વિરાણી માંડવી) હાલે મુંબઈ તરફથી ઘાસ કટર અર્પણ કરાયું હોવાનું કહ્યું હતું. સમિતિના કારોબારી સભ્ય દિનેશભાઈ શાહ, કચ્છી સાહિત્યકાર…

Read Full News

મોદીના દીર્ઘાયુ માટે નવકારના ૭૫૦૦ જાપ કરાયા

નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર – ભુજના ઉપક્રમે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૫ માં જન્મદિવસની વિવિધ સેવા કાર્યો સાથે ઉજવણી કરવામાં આવી હતી. તેમના દીર્ઘાયુ માટે નવકાર મહામંત્રના ૭૫૦૦ જાપ કરાયા હતા. સંસ્થાના મોભી વેલજીભાઈ ગણેશભાઈ મહેતાના નેતૃત્વમાં કાર્યકરો જોડાયા હતા.

Read Full News