ભારતની પ્રથમ LNG સંચાલિત ટ્રેનને લીલી ઝંડી

અમદાવાદ–પાલનપુર અને અમદાવાદ–સામાખિયાળી રેલખંડ પર સ્વદેશી ‘કવચ’ સિસ્ટમનો શિલાન્યાસ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે અમદાવાદ સાબરમતી ખાતે વિવિધ મહત્વપૂર્ણ રેલવે પરિયોજનાઓનું લોકાર્પણ, શિલાન્યાસ અને શુભારંભ કર્યો હતો. આ પરિયોજનાઓથી રેલવે સુરક્ષા, સંચાલન ક્ષમતા, માલ પરિવહન, પર્યાવરણ સંરક્ષણ તેમજ પ્રાદેશિક કનેક્ટિવિટીને નવી મજબૂતી મળશે. આ પ્રસંગે ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી શાહે WAG-12 ઇલેક્ટ્રિક…

Read Full News

લોડાઈ શાળાના ઉદ્ઘાટનમાં કોંગ્રેસના પ્રતિનિધિઓને આમંત્રણ ન અપાયાનો વિવાદ

કોંગ્રેસના જિલ્લા પ્રમુખે રાજયમંત્રી ભણી છોડ્યું તીર ભુજ તાલુકાના લોડાઈ ગામે પ્રાથમિક શાળાના ઉદ્ઘાટન કાર્યક્રમને લઈને કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વી.કે. હુબંલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. તેમના જણાવ્યા મુજબ, જિલ્લા પંચાયતની શિક્ષણ શાખા દ્વારા આયોજિત આ સરકારી કાર્યક્રમમાં કોંગ્રેસના ચૂંટાયેલા તાલુકા પંચાયત સભ્યો તથા સ્થાનિક કોંગ્રેસના પ્રતિનિધિઓને આમંત્રણ જ આપવામાં આવ્યું ન હતું….

Read Full News

ધારાશાસ્ત્રીને ધમકી મામલે ભુજ બાર મેદાનમાં

એસ.પી.ની તાત્કાલિક સૂચના, વકીલોને રક્ષણ– સહકારની ખાતરી ભરણપોષણના કેસની અદાવત રાખી ભુજ બાર એસોસિએશનના સભ્ય અને એડવોકેટ હાસમશા ઈસબશા શેખને જાનથી મારી નાખવાની તથા અપહરણની ધમકી મળવાના મામલે વકીલ આલમમાં રોષ ફેલાયો છે. આ સમગ્ર ઘટનાને પગલે ભુજ બાર એસોસિએશનના પ્રમુખ સચિન ગોરની આગેવાની હેઠળ સિનિયર-જુનિયર વકીલોની ટીમે પશ્ચિમ કચ્છ એસ.પી. વિકાસ સુંડાને રૂબરૂ મળી…

Read Full News

સારવારમાં મહિલાની આંખમાં ‘સ્પીરીટ’ પહોંચ્યાની રાવ

કચ્છ મુસ્લિમ યુવા કોર કમિટીની તબીબી તપાસની માંગ આદિપુરની 35 વર્ષીય મુસ્લિમ મહિલાની ભુજની. જનરલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન આંખમાં ‘સ્પીરીટ’ પહોંચતા આંખોની તકલીફ ઊભી થઈ હોવાની ફરિયાદ સાથે કચ્છ મુસ્લિમ યુવા કોર કમિટી દ્વારા હોસ્પિટલના મુખ્ય તબીબી અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત મુજબ, મહિલા તા. 23 સપ્ટેમ્બરના ખેંચ આવવાની તકલીફને પગલે સારવાર…

Read Full News

ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ રવિવારે દેશની પ્રથમ LNG ટ્રેનનો પ્રારંભ કરાવશે

કીફાયતી રેલ સંચાલન ક્ષેત્રે મહત્વનું પગલું ભારતીય રેલવેએ કિફાયતી રેલ સંચાલનની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ભારત સરકારના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ 27 સપ્ટેમ્બર 2026 રવિવારે અમદાવાદ સાબરમતી સ્ટેશનથી દેશની પ્રથમ LNG સંચાલિત ટ્રેનનો પ્રારંભ કરાવશે. આ પહેલ ભારતીય રેલવેમાં ઊર્જાના વૈકલ્પિક સ્ત્રોતોના ઉપયોગને પ્રોત્સાહન આપવા તેમજ પરંપરાગત ડીઝલ ઈંધણ પરની…

Read Full News

ગાંધીધામમાં જનસંવાદ: સેવા સેતુમાં લોકોની વચ્ચે મુખ્યમંત્રી

સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે જ સંકલ્પ હોવાનું કહ્યું સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી સરળતાથી પહોંચે અને લોકોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ આવે તે હેતુથી ગાંધીધામ ખાતે મહાનગર પાલિકા દ્વારા 12 તબક્કાનો પ્રથમ સેવા સેતુ કાર્યક્મ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિશેષ…

Read Full News

કંડલા ઇ-મિથેનોલ પ્રોજેક્ટ દેશના ગ્રીન એનર્જીના વિઝનને આપશે નવી દિશા

ગાંધીધામ ખાતે ૨૩૦૦ કરોડના ખર્ચે ૧૫૦ TPD ઈ-મિથેનોલ પ્લાન્ટનો શિલાન્યાસ કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ શનિવારે ગાંધીધામ ખાતે દીનદયાળ પોર્ટ ઓથોરિટી, કંડલા અને આસામ પેટ્રો-કેમિકલ્સ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે આકાર પામનારા ૧૫૦ TPD ઈ-મિથેનોલ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો. ગાંધીધામ ખાતે ૨૩૦૦…

Read Full News

ભુજ-બરૌની નવી ત્રિ-સાપ્તાહિક અમૃત ભારત એક્સપ્રેસ

ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહારને જોડતી નવી ટ્રેન ૨૫૩૨ કી.મી.નો રૂટ ભારતીય રેલવે દ્વારા ભુજથી બિહારના બરૌની વચ્ચે નવી ત્રિ-સાપ્તાહિક અમૃત ભારત એક્સપ્રેસ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. આ નવી ટ્રેન ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત દેશના પશ્ચિમ અને પૂર્વ ભાગોને વધુ સારી રેલ કનેક્ટિવિટી પૂરી પાડશે. તેવું તંત્રે જણાવ્યું છે. નવી…

Read Full News

સંસ્કાર એ જ સાચા શિક્ષણની ઓળખ

લોડાઇને મળી નવી શાળા, વિકાસના કામોનું લોકાર્પણ ભુજ તાલુકાના લોડાઇ ખાતે ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં પ્રાથમિક શાળાની નવનિર્મિત ઇમારત, મધ્યાહન ભોજન રસોડું, શેડ અને કમ્પાઉન્ડ વૉલ સહિત રૂ.૧૭૫ લાખના વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોડાઈ ખાતે યોજાયેલા શાળાના નવા મકાનના લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યમંત્રી શ્રી છાંગાએ ગ્રામજનો તથા વાલીઓને સંબોધિત કર્યા હતા….

Read Full News

ઈન્નરવ્હીલ માંડવી દ્વારા પ્રથમ જ વખત કાર રેલી નીકળશે

રવિવારે સવારે ૧૧ વાગે કોડાય પુલથી પ્રસ્થાન થનાર કાર રેલીમાં ૩૫ કાર જોડાશે ઈન્નરવ્હીલ ક્લબ ઓફ માંડવી દ્વારા ઈન્નરવ્હીલ ડિસ્ટ્રિક્ટ ૩૦૫ના માર્ગદર્શન હેઠળ SANRAKSHA – Orange the World’ની થીમ સાથે તા. ૨૬ અને ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન બે દિવસીય કાર રેલી યોજવામાં આવશે. Grow | Glow | Goના સંદેશ સાથે યોજાનારી આ રેલીમાં ૧૫૦થી વધુ…

Read Full News