ખીરસરા-વિંઝાણમાં બે માસથી નર્મદાનું પાણી બંધ

નર્મદા બંધ તો સરપંચે વાવમાંથી ભર્યું પાણી

અબડાસાના ખીરસરા-વિંઝાણ ગામે છેલ્લા બે મહિનાથી નર્મદાનું પાણી નિયમિત રીતે મળતું નથી. તંત્ર દ્વારા અપાતું વૈકલ્પિક પાણી બેરાચીયા ડેમનું ખારું હોવાથી તે પીવાલાયક નથી. તેવી ફરિયાદો ઉઠી છે. ફરિયાદો અનુસાર ગામલોકો પીવાના પાણી માટે હાલાકી ભોગવી રહ્યા છે. જળની આ વિકટ સમસ્યાને કારણે ગામના સરપંચ આદમ હિંગોરાએ પોતે વિંઝાણ ગામની ‘તેરા વાળી વાવ’ માંથી દોરડા વડે હાથથી પાણી સિંચીને પીવાનું પાણી ભર્યું હતું. સરપંચે આ અંગે તંત્રને રજૂઆત કરી હતી. ગામજનોએ નર્મદાના નિયમિત અને પીવાલાયક પાણીનો પુરવઠો તાત્કાલિક આપવા માંગ કરી છે.