આમ આદમી પાર્ટીએ કરી શાળા સમીક્ષા
અજાર શહેરમાં શાળા નં. 8ની કથળેલી હાલત બાબતે આમઆદમી પાર્ટી દ્વારા રજૂઆત કરાઇ હતી. અંજાર શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ ગજરાજસિંહ રાણા તથા મહામંત્રી લાભુ મહારાજ દ્વારા શાળા નં. 8ની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન શાળામાં સફાઈનો અભાવ, બંધ શૌચાલય, વિદ્યાર્થીઓની નહિવત સંખ્યા અને ધોરણ 1 થી 5 માટે માત્ર 2 કાયમી શિક્ષકો હોવાનું સામે આવ્યું હતું. તેમજ મધ્યાહન ભોજન વર્ગખંડમાં જ ચલાવવામાં આવતું હોવાનું જોવા મળ્યું હતું. તેવું તેમણે કહ્યું હતું. આ પરિસ્થિતિ ચિંતાજનક છે. અંજારની અન્ય શાળાઓની પણ મુલાકાત લઈ સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની સમીક્ષા કરવી જરૂરી છે. તેવું કહેતા તેમણે અંજારના ધારાસભ્ય તથા રાજ્યના શિક્ષણ મંત્રીને અપીલ કરી હતી કે આ મામલે તાત્કાલિક નક્કર કાર્યવાહી કરી વિદ્યાર્થીઓને સ્વચ્છ વાતાવરણ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે.

