રોકાણ કરાવ્યું; ઉપાડવા જતા વધુ રકમની માંગણી
શેરબજારમાં રોકાણ કરાવી ઊંચું વળતર અપાવવાની લાલચ આપી ભુજ તાલુકાના ઢોરી ગામના વ્યક્તિ સાથે ઓનલાઈન ઠગાઈ થઈ હોવાનો કિસ્સો ફોજદારી સ્વરૂપે નોંધાયો છે.
ઢોરીના ફરિયાદી આશિષ હરિભાઈ ગાગલએ અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ પોલીસમાં આ ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓએ ફરિયાદીનો સંપર્ક કરી પોતે ‘સોશિયલ વેન્ચર કેપિટાલિસ્ટ કંપની’ તરફથી હોવાની ઓળખ આપી શેરબજારમાં રોકાણ કરવાથી ટૂંકા સમયમાં સારું વળતર અને મોટો નફો મળશે તેવી લાલચ આપી વિશ્વાસ કેળવ્યો હતો. ફરિયાદીએ પોતાના રોકાણ અને નફાની રકમ મેળવવા પ્રયાસ કર્યો ત્યારે નવી નવી શરતો અને બહાનાં બતાવવાનું શરૂ થયું હતું. આરોપીઓએ રોકાણ પર થયેલા નફાને ઉપાડવા ટેક્સ ભરવો પડશે તેમ જણાવ્યું હતું. એટલું જ નહીં, વધુ રકમ પડાવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદી પાસેથી કુલ 14,81,350 મેળવી લીધા બાદ પણ રકમ પરત નહીં અપાઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

