નમો પદયાત્રી કેમ્પમાં સેવા સાથે એકતાનો પથરાયો ઉજાશ

રાસગરબા અને મહાઆરતીમાં માઇભક્તો અને અગ્રણીઓ, આયોજકો બન્યા લિન માતાનામઢના પદયાત્રીઓ માટે શરૂ કરાયેલા ભુજ આર.ટી.ઓ. સાઇટ ખાતે કાર્યરત નમો પદયાત્રી કેમ્પમાં એકબાજુ મહાઆરતી અને રાસગરબા સહિતના કાર્યક્રમોએ સેવા સાથે ભક્તિ અને આરાધનાનો અનેરો માહોલ સર્જ્યો હતો. તો આ કેમ્પમાં સેવા આપતા વિવિધ વર્ગ અને ક્ષેત્રના સેવભાવીઓ દ્વારા કચ્છની કોમીએકતા અતૂટ અને અટલ હોવાના દર્શન…

Read Full News

નમો કેમ્પએ ત્રીસેક હજાર પદયાત્રીની સેવાનું ભાથું બાંધ્યું

વડાપ્રધાન અને મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ સેવાકાર્ય બિરદાવી શુભેચ્છા પાઠવી માતાનામઢ જતા પદયાત્રીઓની સેવા માટે ભુજમાં આર.ટી.ઓ. સાઇટ ખાતે શરૂ કરાયેલા નમો કેમ્પનો બુધવાર સાંજ સુધી અંદાજીત ત્રીસેક હજાર યાત્રીઓએ લાભ લીધો હતો. સેવાના આ આયોજનની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ પ્રશંસા કરીને કેમ્પને શુભકામનાઓ પાઠવી હતી. બુધવારે નમો કેમ્પની ગઢશીશા…

Read Full News

કચ્છ પુન:નિર્માણની શક્તિ મારી સૌથી મોટી પ્રેરણા : મોદી

ભુજ ખાતે વિકસિત ભારત સંકલ્પ સભામાં વર્ચ્યુઅલી જોડાયા વડાપ્રધાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનના ૨૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે રાજ્યના શ્રમ, કૌશલ્ય અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં ભુજની લાલન કોલેજ ખાતે “વિકસિત ભારત સંકલ્પ” સભા યોજાઈ હતી. આ પ્રસંગે રાજ્યમંત્રીએ નાગરિકોને વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે અમદાવાદ પશ્ચિમના…

Read Full News

કલા એ પરમાત્માને પામવાનું ઉમદા માધ્યમ

એસજીવીપી અમદાવાદ ખાતે કલાતીર્થ સંસ્કૃતિ સંવર્ધક એવોર્ડ એનાયત કલાને કોઈ સીમાડા નથી હોતા. કલા અને ભાષા ભારતવર્ષર્ને અખંડ રાખવામાં મહત્વનું યોગદાન આપે છે. આપણા દરેક ધર્મ કલાના પોષક છે એટલે કલા એ પરમાત્માને પામવાનું માધ્યમ છે. અમદાવાદ ખાતે સુરતની કલા સંસ્થા કલાતીર્થ દ્વારા પ્રતિવર્ષ અપાતા સંસ્કૃતિ સંવર્ધક એવોર્ડ-૨૦૨૬ના અર્પણવિધિના કાર્યક્રમમાં આશીર્વચન આપતાં સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાપ્રતિષ્ઠાનના…

Read Full News

ભુજમાં નમો પદયાત્રી સેવા કેમ્પનો દબદબાભેર પ્રારંભ

યાત્રીઓ માટે વિવિધ સુવિધા ઉપલબ્ધ, સાંસ્કૃતિક કાર્યક્રમોની જમાવટ જિલ્લા મથક ભુજના પ્રવેશ દ્વાર સમાન આર ટી ઓ રિલોકેશન સાઇટ ખાતે ભાવેશ લક્કી સેવા સ્મૃતિ ટ્રસ્ટ, આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ, કરણી સેના, નરેન્દ્રસિંહ માધવસિંહ જાડેજા ચેરિટેબલ ટ્રસ્ટ, અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રૂપ અને લક્કી ગ્રુપ ભુજના સંયુક્ત ઉપક્રમે માતાનામઢ જતા પદયાત્રીઓ માટેના આધુનિક સુવિધાથી સજ્જ વિશાળ અને…

Read Full News

માંડવીમાં ઓપન કચ્છ કરાઓકે સીંગીંગ સ્પર્ધા યોજાઈ

ભુજ, મુન્દ્રા અને માંડવીના સ્પર્ધકો વિજેતા બન્યા એન.વી. ઈવેન્ટ્સ અને એન.વી. કરાઓકે સ્ટુડીયો દ્વારા ‘ઓપન કચ્છ કરાઓકે સીંગીંગ કોમ્પીટીશન-૨૦૨૬ની ફાઈનલ માંડવીમાં ટાગોર રંગભવનના પટાંગણમાં યોજયહતી. આ સ્પર્ધામાં માંડવી, મુન્દ્રા, નખત્રાણા, ભુજ, ગાંધીધામ, ઘુડુલી સહિતના ગામોમાંથી ગાયક કલાકારોએ ભાગ લીધો હતો. આયોજક નીરવ શાહ, હર્ષિદાબેન સંઘવી, નિહીતભાઈ ભીંડે અને મીહીરભાઈ શાહના જણાવ્યા મુજબ, ૧૫ વર્ષથી ઉપરના…

Read Full News

રાજ્યપાલએ મોટા કપાયામાં ખેડૂતો સાથે કર્યો સંવાદ

​પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદન વધે કચ્છ જિલ્લાના બે દિવસીય પ્રવાસે આવેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મુન્દ્રા તાલુકાના મોટા કપાયા ગામે પ્રગતિશીલ ખેડૂત દિનેશભાઈ વાલાણીના નર નારાયણ પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લઇ પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે ધરતીપુત્રોને સંબોધતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, આજે દિનેશભાઈના ખેતરમાં લહેરાતા કેળ, શેરડી, મકાઈ, અંજીર,…

Read Full News

વીર બાળક સ્મારક ખાતે પુસ્તકાલયનું ઉદઘાટન

જરૂરી કામો માટે જોઈએ તેટલી ગ્રાન્ટની થાય છે ફાળવણી અંજારમાં વીર બાળક સ્મારક ખાતે સાહિત્ય સભર ગ્રંથાલય ( પુસ્તકાલય ) નું ઉદઘાટન ગુજરાત સરકારના મંત્રી અને અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના હસ્તે કરવામાં આવ્યું હતું. અંજારના લોકો અને ખાસ કરીને ચિત્રકૂટ અને વિજયનગર આજુબાજુના વિસ્તારના લોકોને આ પુસ્તકાલયનો લાભ મળી રહેશે. શહેરના જે યુવાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ…

Read Full News

હરિત ઉર્જાના વિઝનથી કચ્છ ભૂમિનું ભવિષ્ય બદલાયું

ખાવડા ખાતે વિશ્વના સૌથી મોટા હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કની મુલાકાત લેતા રાજ્યપાલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રવિવારે કચ્છ મુલાકાત દરમ્યાન ખાવડા પાસે આકાર પામી રહેલા વિશ્વના સૌથી મોટા હાઈબ્રીડ રિન્યુએબલ એનર્જી પાર્કની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ગ્રીન ઊર્જા જ આવનારા સમયનું ભવિષ્ય હોવા પર ભાર મૂકીને પવન ઊર્જા અને સોલાર ઉર્જા ક્ષેત્રે ખાવડા…

Read Full News

ભુજ આશાપુરા મંદિરે આભૂષણોની ભાવભેર પરંપરાગત કરાઈ સફાઈ

જાણીતા નોબત વાદક શૈલેષ જાની રોજ સવારથી સાંજ ગાયો માટે વગાડશે અખંડ નોબત ભુજ ભુજ આશાપુરા મંદિરમાં આસો માસની નવરાત્રી મહોત્સવ શરૂ થાય તે પહેલાં જ મંદિરમાં વિવિધ સેવા આપતા માતાજીના સેવકો અને કાર્યકરો દ્વારા સમગ્ર મંદિર સંકુલ, સભા મંડપ, ધર્મશાળા, હિમાલય દર્શન વગેરેની સાફ-સફાઈ કરવામાં આવી છે. નવરાત્રીના આગમન પહેલાંના છેલ્લા ત્રણ રવિવાર સોની…

Read Full News