પંદર દિવસના ભાડામાં હવે થશે 30 દિવસની મુસાફરી
ગુજરાત સરકારના રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા દરરોજ અપડાઉન કરનારા પ્રવાસીઓ માટે મહત્વનો, ફાયદેમંદ અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
નિગમ દ્વારા રોજ અપડાઉન કરતા મુસાફરો માટે દૈનિક મુસાફર પાસ યોજનામાં ભાડા રાહત વધારી 50 ટકા સુધી કરાઈ હોવાની વિગતો સતાવાર રીતે જાહેર કરાઈ છે.
નવા નિર્ણય મુજબ માસિક પાસમાં 18 દિવસને બદલે માત્ર 15 દિવસના ભાડામાં 30 દિવસ હવે મુસાફરી કરી શકાશે. જ્યારે ત્રિમાસિક પાસમાં 54 દિવસને બદલે માત્ર 45 દિવસનું ભાડું ચૂકવી 90 દિવસ મુસાફરીનો લાભ મેળવી શકાશે. રાજ્યના 2.5 લાખથી વધુ નોકરિયાતો અને ધંધાર્થી વર્ગને મળશે સીધો આર્થિક ફાયદો મળી રહેશે તેવું નિગમના સાધનોએ જણાવ્યું હતું.

