રાજીવ ગાંધીનું દેશ માટે અમૂલ્ય યોગદાન

કોંગ્રેસે શહેર તાલુકા મથકોએ યોજ્યો વંદના કાર્યક્રમ

રાજીવ ગાંધીની 82મી જન્મજયંતિ નિમિત્તે જિલ્લામાં કોંગ્રેસ દ્વારા શહેર અને તાલુકા મથકોએ પુષ્પાંજલિ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયા હતા.
ભુજ ખાતે જિલ્લા પ્રમુખ વી.કે. હુંબલ દ્વારા હિતેન ધોળકિયા વિધાલય ખાતે વૃક્ષારોપણ કરાયું હતું. શહેર પ્રમુખ કિશોરદાન ગઢવી, અંજલિ ગોર સહિતના હાજર રહ્યા હતા.
લખપત તાલુકામાં કોંગ્રેસ પ્રમુખ ઈબ્રાહીમભાઈ કુંભારના નેતૃત્વ હેઠળ રાજીવ ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. સાથે જ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતો વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો.
સ્વ. રાજીવ ગાંધીના બલિદાન અને યોગદાનને યાદ કરતા આ કાર્યક્રમોમાં જણાવાયું હતું કે, દેશ માટેનું તેમનું બલિદાન અને દેશના વિકાસ માટે તેમણે કરેલા કાર્યોને હંમેશાં યાદ કરવામાં આવશે.
લખપત તાલુકાના કાર્યક્રમમાં અગ્રણી હુશેન રાયમા, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય જત મામદ જુગ, પૂર્વ તાલુકા પંચાયત ઉપપ્રમુખ હાસમ નોતિયાર, તાલુકા ઉપપ્રમુખ કોંગ્રેસ સતાર નોતિયાર, તાલુકા પંચાયત સદસ્ય જીતુભા, તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ જત કરમખાન, સામાજિક અગ્રણી થારુભાઈ, તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ હાજી મામદ હાજી કમાળિયા, તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ આદમ નોતિયાર, માતાનામઢ ઉપસરપંચ પ્રતિનિધિ હિતેશ મહેશ્વરી, લુહાર અબ્દુલભાઈ, કોંગ્રેસ સેવા દળ પ્રમુખ જીગર જોશી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.