ભુજમાં ભાજપના ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ
ભુજ : પંડિત દિનદયાલ ઉપાધ્યાય વર્ષ 2026 અંતર્ગત દેશમાં ભારતીય જનતા પાર્ટી દર ત્રણ વર્ષે પ્રશિક્ષણ વર્ગોનું આયોજન કરે છે તેના અનુસંધાને કચ્છ જિલ્લામાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા મંગળવારથી ત્રિદિવસીય વર્ગનો પ્રારંભ ભુજમાં કરાયો હતો.
પક્ષના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના હસ્તે આ વર્ગનું ઉદઘાટન થયું હતું પાર્ટીના કાર્યકરોને વિવિધ વિષયો સાથે પ્રશિક્ષણ આપી તેઓ રાષ્ટ્ર પ્રત્યે પોતાનું મહતમ કર્તવ્ય નિભાવે એ હેતુસર આ આયોજન થાય છે. આ ત્રણ દિવસિયા સત્રનો મંગળવારથી ભુજ કડવા પાટીદાર સમાજવાડી ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
માહિતી આપતા પ્રદેશ મહામંત્રી અને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ જણાવ્યું કે ત્રણ દિવસ સત્રમાં કુલ 11 વિષયોને અલગ અલગ વક્તાઓ દ્વારા આવરી લેવાશે. કાર્યકર્તાઓનું નિર્માણ, રાષ્ટ્ર પ્રત્યે ભાવના, પાર્ટીની વિચારધારા વગેરે માહિતી સાથે કાર્યશાળાનું આયોજન ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, પૂર્વ શિક્ષણ મંત્રી, ધારાસભ્ય ભુપેન્દ્રભાઈ ચુડાસમા સાથે રહી કરાયું છે. નાની બાળાઓના હસ્તે રીબીન કાપી વર્ગનું ઉદઘાટન કરાવાયું હતું સત્રમાં શક્તિ કેન્દ્ર, મંડલ, જિલ્લો, પ્રદેશ અને રાષ્ટ્ર દરેક તબક્કા સાથે વિવિધ વિષયોને લઈ વર્ગો થતા હોય છે સમગ્ર ગુજરાતમાં અભ્યાસ સત્ર મંડલના પૂર્ણ થઈ ગયા છે ત્યારબાદ ચાલુ માસમાં સમગ્ર ગુજરાત ના 42 જિલ્લામાં અભ્યાસ વર્ગો પૈકી મંગળવારથી ભુજમાં આ આયોજન થયું છે
બુધવારે બીજા સત્રમાં પૂર્વ શિક્ષણ મંત્રી ધારાસભ્ય ભુપેન્દ્રભાઈ ચુડાસમા સંબોધન કરશે એ દિવસે સાત સત્રમાં વિવિધ વાકતાઓ વક્તવ્ય આપશે. સાથે આ સત્રમાં કેન્દ્ર અને રાજ્યની વિવિધ યોજનાઓના પ્રદર્શન સાથે કાર્યકર્તાઓનું ઘડતર સાથે એ કાર્યકર્તા સામાન્ય વ્યક્તિની જરૂરિયાતને પૂરી કરે એ બાબતે માર્ગદર્શન આપવામાં આવશે
વર્ગના પ્રારંભે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગા, સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા, પક્ષના જિલ્લા પ્રમુખ દેવજીભાઈ વરચંદ, જિલ્લા મહામંત્રી ધવલ આચાર્ય, હિતેશ ખંડોર અને ભીમજી જોધાણી, ભુજના નગરપતિ શીતલ શાહ, પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી, પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા, માજી મંત્રી વાસણભાઇ આહીર, રમેશભાઈ મહેશ્વરી, વર્તમાન ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, કેશુભાઈ પટેલ, અનિરુદ્ધ દવે સહિતના જિલ્લા, તાલુકા ના હોદ્દેદારો, જિલ્લા પંચાયત ,તાલુકા પંચાયત ના સભ્યો સરપંચો પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન જિલ્લા મહામંત્રી હિતેશ ખંડોરે કર્યું હતું
https://www.instagram.com/reel/DcLvqV8Ce5B/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

