દુર્ગાવાહિનીનું રક્ષાબંધન ઉજવણી સપ્તાહ

વિવિધ વર્ગના લોકોને રાખડીનું બંધન કરાશે

વિશ્વ હિન્દુ પરિષદની ભગિની સંસ્થા દુર્ગાવહીની પશ્ચિમ કચ્છ દ્વારા રક્ષાબંધન પર્વ અન્વયે ઉજવણીનો ખાસ કાર્યક્રમ તારીખ 23 થી 30 સુધી ચાલશે. સેવાવસ્તી હોસ્પિટલનો મેડિકલ સ્ટાફ, સરહદી વિસ્તારના જવાનો, મુખ્ય પોલીસ સ્ટેશન, વાડી વિસ્તારમાં કામ કરતાં આદિવાસીઓ, મંદિરના પૂજારીઓ, શાળા કોલેજો, અને માજી સૈનિકોને રાખડી બાંધવાનું આયોજન આ અંતર્ગત કરવામાં આવ્યું છે જિલ્લા સ્તરના આયોજનમાં રાખડીઓ બહેનો દ્વારા હનુમાન ચાલીસા તેમજ ગાયત્રી મંત્ર સાથે તૈયાર કરવામાં આવી છે રક્ષાબંધન પ્રેમ, વિશ્વાસ, સુરક્ષા, સમરસતા, અને સનાતન સંસ્કૃતિના દર્શન કરાવે છે. તેવું જણાવાયું હતું.
આયોજન વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લાના ઉપાધ્યક્ષ કેતકીબેન વ્યાસના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે . જેમાં દુર્ગાવાહિનીના આશાબા જાડેજા, ખીમશ્રીબેન ગઢવી, ભૂમિબેન લીંબાણી, તૃષાબેન ચભાણિયા, ખુશી બેન રંગાણી, ચેતલાબેન રાસ્તે, વનીતાબેન આહીર, માલેશ્રીબેન ગઢવી, શીતલબેન પટેલ ની સાથે માતૃશક્તિની બહેનો જોડાયા હતા. વ્યવસ્થા જિલ્લા મંત્રી નાજાભાઇ ભરવાડ ટીમ એ સંભાળી હતી