કોઠારામાં બંધ મકાનોના તાળા તોડી ૬.૯૦ લાખની ચોરી

અબડાસા તાલુકાના કોઠારા ગામમાં તસ્કરોએ કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક મોટી ચોરીને જાણે અંજામ આપ્યો છે. કોઠારામાં આવેલા ‘સિલ્વર પાર્ક સોસાયટી’ના બે બંધ રહેણાંક મકાનોને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના અને મોટી રોકડ 6.90 લાખની માલમતા ઉઠાવી જવાઈ હતી.
પોલીસ ચોપડે નોંધાયેલી વિગત મુજબ, આ ચોરીની ઘટના તારીખ ૧૦/૦૬/૨૦૨૬ ના રાત્રિના ૨૩:૦૦ વાગ્યાથી તારીખ ૧૧/૦6/૨૦૨૬ ના વહેલી સવારના ૦૫:૦૦ વાગ્યા દરમિયાન બની હતી. ફરિયાદી મિનેશભાઈ મણીલાલભાઈ પટેલ (ઉંમર ૪૪ વર્ષ, ધંધો: વેપાર, મૂળ રહેવાસી અરજણપર, હાલ રહેવાસી સિલ્વર પાર્ક સોસાયટી, કોઠારા) ના જણાવ્યા મુજબ, કોઈ અજાણ્યા તસ્કરોએ રાત્રિના અંધારાનો લાભ લઈ તેમના તેમજ પાડોશમાં રહેતા સુધીરભાઈ મણીલાલભાઈ પટેલના બંધ રહેણાંક મકાનોના દરવાજાના નકૂચા તોડી ગુપ્ત રીતે ઘરમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ બંને મકાનોની તિજોરીઓ ફંફોસી ફરિયાદીના મકાનમાંથી તિજોરીમાં રાખેલા રોકડા રૂપિયા ૧,૩૦,૦૦૦/-. સુધીરભાઈના મકાનમાંથી સોનાના દાગીના (આશરે ૨૫.૩૫ તોલા, કિંમત ₹૩,૫૫,૪૦૦ની ચોરી કરી નાસી છૂટ્યા છે. આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર પી.કે. રાડા ચલાવી રહ્યા છે. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ શંકાસ્પદ હિલચાલના આધારે ચોરોને પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.