ADMIN

વાયોરથી મોંમાયમોરા ધામ પદયાત્રા

અબડાસા વિસ્તારના વાયોરના જાડેજા પરિવારના યુવાનો પોતાના કુળદેવી મોમાય માતાજીનું જયાં પ્રાગટ્ય સ્થાન છે એ તીર્થસ્થાન મોરાગઢ મોમાયમોરા ધામ જવા પગપાળા નીકળ્યા હતા. અતુટ વિશ્વાસ, શ્રધ્ધા અને ભક્તિભાવ સાથે આ પદયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું. આ પદયાત્રા દ્વારા સમાજમાં એકતા સાથે એકબીજા પ્રત્યે વિશ્વાસ રહે અને સૌના જીવનમાં સુખ શાંતિ સમુદ્રિ નિરોગી આરોગ્ય, દેશ સમાજ ધર્મ…

Read Full News

ભુજમાં પ્લોટના વિવાદના કેસમાં આગોતરા જામીન

ચકચારી કિસ્સામાં ભુજ સેશન્સ કોર્ટનો હુકમ ભુજના અંજલિનગર વિસ્તારમાં આવેલા પાંચ પ્લોટના દસ્તાવેજો બાદ પ્લોટની બાકી રકમ નહીં ચૂકવવાના ગુનામાં આરોપી ઇસ્માઇલ જુમા માંજોઠીના ભુજની સેશન્સ અદાલતે આગોતરા જામીન મંજૂર કર્યા હતા. આરોપી ઇસ્માઇલ જુમા માંજોઠી તરફથી આગોતરા જામીન મેળવવા માટે અરજી કરવામાં આવી હતી. આરોપી તરફે તેમના એડવોકેટ કે.પી. ગઢવી દ્વારા કોર્ટ સમક્ષ દલીલો…

Read Full News

SOS ચિલ્ડ્રન વિલેજમાં બાળકો પર ભારે અત્યાચાર

માર મારવા, ગાળો આપવા અને માથે મળ ફેંકવા સહિતના આરોપની કેરટેકર સામે ફોજદારી ભુજ તાલુકામાં ભુજોડી અને કુકમા વચ્ચેના માર્ગે કાર્યરત SOS ચિલ્ડ્રન વિલેજમાં અમાનવીય કૃત્યની ઘટના બહાર આવી છે. સંસ્થાના બાળકો પર અત્યાચાર ગુજારવા બાબતે ગૃહમાતા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં બાળકોને નાની બાબતોમાં ઢોર માર મારવા, ગાળો આપવા અને મોઢા…

Read Full News

ભુજમાં ત્રિદિવસીય ધર્મચક્ર તપોત્સવનું સમાપન

આરાધના ભવન જૈન સંઘએ યોજ્યો ધાર્મિક કાર્યક્રમ ભુજમાં આરાધના ભવન જૈનસંઘ દ્વારા યોજાયેલા ત્રિદિવસીય ધર્મચક્ર તપોત્સવનું સમાપન કરાયું હતું. વિવિધ દાતાઓ ના સહયોગથી તા. ૬/૧૦ થી ૮/૧૦ સુધી ચાલેલા આ તપોત્સવનો શુભારંભ ધર્મચક્ર પૂજન સાથે કરાયો હતો. તા. ૭/૧૦ ના ધર્મચક્ર તપના તપસ્વી નું સામૂહિક પુંજનું સકળ સંઘની સામૂહિક સાંજી તેમજ આરાધના ભવન જૈન સંઘ…

Read Full News

મોટી નાગલપર ગામે પંચાયત ઘરનું લોકાર્પણ

૨૪ લાખના ખર્ચે નવનિર્મિત પંચાયત ભવનથી ગ્રામજનોને ઘરઆંગણે મળશે વિવિધ જનસુવિધા અંજાર તાલુકાના મોટી નાગલપર ગામ ખાતે નવીન પંચાયત ઘરનો લોકાર્પણ કાર્યક્રમ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. રાજ્યમંત્રીએ અંદાજે  ૨૪ લાખના ખર્ચે નવનિર્મિત પંચાયત ઘરની ભેટ આપતા ગ્રામજનોને જણાવ્યું હતું કે, શહેરો જેવી સુવિધાઓ ગામડાઓમાં ઉપલબ્ધ બને અને છેવાડાના માનવીના…

Read Full News

ભુજના ચોકે-ચોકે નોરતામાં ગુંજશે ત્રણ તાલીનો તાલ

નવરાત્રિની મોટી અને હટકે સરપ્રાઈઝ, હવે ગરબી તમારા આંગણેનું નવતર આયોજન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે, ભાવેશ લક્કી સેવા સ્મૃતિ ટ્રસ્ટ (ડુમરા) અને લક્કી ગ્રુપ ભુજ રવિવારથી શરૂ થઈ રહેલી આ વખતની નવરાત્રીમાં એક અનોખો ભક્તિ મહોત્સવ લાવી રહ્યા છે. ફરતી નમો નવરાત્રીના સ્વરુપે આ વખતે તમામ સુવિધા સાથે સજ્જ…

Read Full News

કાઠમંડુમાં કચ્છી પિતા-પુત્રનો ધમાકો : આંતરરાષ્ટ્રીય સ્ટેજ પર ‘The Smart Company’એ મેળવ્યા પાંચ એવોર્ડ

બોલિવૂડ સ્ટાર શિલ્પા શેટ્ટી અને શક્તિ કપૂરે પણ વખાણ કર્યા , અબડાસાના ડુમરા ગામથી નેપાળ સુધીની સક્સેસ સ્ટોરી કહેવત છે ને કે “કચ્છી માડુ જ્યાં જાય ત્યાં પોતાની મઢી ઊભી કરે”. બસ આવું જ કંઈક કરી બતાવ્યું છે કચ્છના અબડાસાના નાના એવા ડુમરા ગામના વતની રણજિતભાઈ ઠક્કર અને તેમના દીકરા જેકી ઠક્કરે. નેપાળના કાઠમંડુમાં યોજાયેલા…

Read Full News

હાજીપીર પાસે ભેંસ-પાડા સાથે બે શખ્સ ઝડપાયા

પશુ અને વાહન સહિત ૩.૨૦ લાખનો મુદ્દામાલ કબજે કરાયો રણકાંધિએ આવેલા હાજીપીર વિસ્તારમાં પશુઓની હેરાફેરી સામે પોલીસે કાર્યવાહી કરી મહિન્દ્રા પિકઅપમાં ભરીને લઈ જવાતાં એક ભેંસ અને એક પાડા સાથે બે શખ્સને ઝડપી પાડ્યા છે. પશુઓ ઘાસચારા અને પાણીની પૂરતી વ્યવસ્થા વિના તેમજ જરૂરી પરમિટ વગર લઈ જવાતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. પોલીસે…

Read Full News

માધાપરમાં ૩.૦૧ લાખના દાગીના-રોકડની ચોરી

સેલ્સમેન પરિવાર સાથે બહારગામ ગયા અને પાછળ બની તસ્કરીની ઘટના ભુજ તાલુકાના માધાપર ગામે નવાવાસના સમાજનગર વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૂ. ૩,૦૧,૫૦૦ની માલમત્તા ચોરી કરી ગયા હતા. પરિવાર બહારગામ ગયો હતો તે દરમિયાન તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજાનું તાળું તોડી બેડરૂમમાં રાખેલા કબાટની તિજોરીમાંથી દાગીના અને રોકડની ચોરી…

Read Full News

ભુજ ખાતે આર.ટી.આઈ પરિસંવાદ યોજાયો

ગુજરાત માહિતી આયોગ દ્વારા આયોજન, બી કલેક્ટર કચેરીના સ્ટાફે ભાગ લીધો ભારત સરકાર દ્વારા દર વર્ષે તા. ૫ થી ૧૨ ઓક્ટોબર દરમિયાન ‘RTI Week Celebration’નું આયોજન કરવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે ગુજરાત માહિતી આયોગ, ગાંધીનગર દ્વારા ૯ ઓક્ટોબરના ભુજ કલેક્ટર ઓફિસ ખાતે “આર.ટી.આઇ. સપ્તાહ ઉજવણી – ૨૦૨૬” અંતર્ગત પરિસંવાદ રાજ્ય મુખ્ય માહિતી કમિશનર સુબ્રમણિયમ…

Read Full News