કચ્છની મુલાકાતે આવેલા કેન્દ્રીય કાપડમંત્રી ગિરિરાજસિંહે ભુજ ખાતે સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ એન્ડ મ્યૂઝિયમની મુલાકાત લઇને ભૂકંપના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
તેમણે સ્મૃતિવન મેમોરિયલની વિવિધ ગેલેરીઓ નિહાળી હતી. જેમાં જીવનની ઉત્પત્તિ અને માનવ જીવનનો ક્રમિક વિકાસ સાથે ભૂકંપ જેવી આપદાઓ અંગે જાણકારી મેળવી હતી. આ ઉપરાંત ઐતિહાસિક હડપ્પન વસાહતો, ભૂકંપને લગતી વૈજ્ઞાનિક માહિતીના વિવિધ ચાર્ટ, મોડેલ નિહાળી તેઓ પ્રભાવિત થયા હતા.
આ સાથે કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ કેવી રીતે કચ્છ બેઠું થયું તે અંગેની વિગતોથી પણ તેઓ માહિતગાર થયા હતા. મ્યૂઝિયમમાં ભૂકંપની અનુભૂતિ કરાવતા વિશેષ સિમ્યુલેટરનું નિર્માણ કરવામાં આવ્યું છે જે વિશ્વમાં સૌથી મોટા સિમ્યુલેટર પૈકીનું એક છે. અહીં કેન્દ્રીયમત્રીએ કાલ્પનિક ભૂકંપનો અનુભવ કર્યો હતો.

