માંડવીમાં જૈન સંત આચાર્ય કલાપ્રભ સૂરીશ્વરજી મહારાજની તિથિ ઉજવાઈ

માંડવીમાં તપગચ્છ જૈન સંઘના ઉપક્રમે ગચ્છાધિપતિ આચાર્ય કલાપ્રભ સૂરીશ્વરજી મહારાજની છઠ્ઠી સ્વર્ગારોહણ તિથિ ભક્તિભાવ પૂર્વક ઉજવાઈ હતી.

ઉજવણી દરમ્યાન વ્યાખ્યાનમાં ગુણાનુવાદનો કાર્યક્રમ યોજાયો હતો. ડગાળા પરિવારના સૌજન્યથી પાંચેગચ્છના ૯૧ ભાવિકોએ આંયબિલ તપની આરાધના કરી હતી. જ્ઞાનપંચમી નિમિત્તે પ્રાણ-પ્રેમીલા ઉપાશ્રયમાં સાધ્વીજીઓએ જ્ઞાનની ઓરડીના દર્શન અને દેવવંદન કરાવ્યા હતા.