રવિવારે રાત્રે જલારામ જયંતિએ નલિયામાં યોજાશે લોકડાયરો

નલિયા લોહાણા મહાજનનું આયોજન, નિલેશ ગઢવી અને પૂનમબેન ગઢવી જમાવશે રમઝટ

અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં સંત શિરોમણી જલારામ બાપાની 227મી જન્મજયંતિ નિમિત્તે નલિયા લોહાણા મહાજનના ઉપક્રમે લોકડાયરો યોજાશે. આ લોક ડાયરામાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં જાણીતા કલાકાર નીલેશભાઈ ગઢવી અને પૂનમબેન ગઢવી ભજન, ભક્તિગીત અને લોકસાહિત્ય સહિતની કલાની રમઝટ બોલાવશે.

15 નવેમ્બર રવિવારના રાત્રે આ કાર્યક્રમ યોજાશે.

સંત શિરોમણી જલારામ બાપાની 227મી જન્મજયંતિ નિમિત્તે નલિયા લોહાણા મહાજન દ્વારા આ લોકડાયરો યોજાઈ રહ્યો છે. આ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં રવિવાર, તા. 15 નવેમ્બર, 2026ના રાત્રે 10 વાગ્યે નલિયા સ્થિત કચ્છી રાજપૂત સમાજવાડી ખાતે ઉપસ્થિત રહી સહભાગી થવા આયોજકો દ્વારા ભાવિક ભક્તો તથા પરિવારજનોને યાદીમાં આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.