માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત ભુજપુર સેવા સમાજના સહયોગથી ભેદા હોસ્પિટલનું આયોજન
માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત ભુજપુર (તા.મુન્દ્રા) સેવા સમાજના સહયોગથી ભેદા હોસ્પિટલના સહયોગથી તા.૧૫-૧૧ રવિવારના સવારના ૯ થી ૧ વાગ્યા દરમ્યાન, ભુજપુરના બસ સ્ટેન્ડની બાજુમાં આવેલા, ભેદા હોસ્પિટલમાં નિ:શુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાશે. સોસાયટીના ચેરમેન કિરણકુમાર વાડીલાલ સંઘવી અને ટ્રસ્ટી/પ્રવક્તા દિનેશભાઈ મણીલાલ શાહે મેડિકલ કેમ્પની વિગતો આપતા જણાવ્યું હતું કે, કેમ્પમાં દવાઓ નિ:શુલ્ક આપવામાં આવશે. જરૂર જણાય તો ઈ.સી.જી., એક્સ-રે, ગર્ભાશયના મુખનું (Pep Test) અને RBS (સુગર)ની તપાસ પણ નિ:શુલ્ક કરી અપાશે. કેમ્પમાં ડો.નરોતમ ભાનુશાલી, ડો.રશ્મિ દેસાઈ, ડો.શ્રીકાંત ધાનાણી, ડો.નૂપુર શાહ, ડો.રવિ ગોસ્વામી, ડો.પરમીત જોશી, ડો.જાનવી ચાવડા, ડો.ક્રિયા છાડવા, ડો.દિગ્ના લાલાણી, ડો.ક્રિષા મોતા, ડો.મન ઠક્કર સહિત કુલ ૧૨ ડોક્ટરોની ટીમ સેવા આપશે. માંડવીની જનકલ્યાણ મેડિકલ સોસાયટીના ૩૪માં વર્ષમાં મંગલ પ્રવેશ તેમજ ભુજપુર સેવા સમાજના સહયોગથી ભેદા હોસ્પિટલમાં તા.૧૫-૧૧ થી કાયમી ધોરણે ઓપીડી સેન્ટર પણ શરૂ થશે. દવા તથા લેબોરેટરીમાં ૨૦ ટકા ડિસ્કાઉન્ટ અપાશે જ્યારે ૩૦મી નવેમ્બર સુધી ઓપીડી સેવા નિ:શુલ્ક રહેશે. તેવું એક યાદીમાં જણાવાયું છે.

