તબીબના જન્મદિવસ નિમિત્તે સેવાના કાર્યો

ભુજમા હાડકાના તબીબ ડૉ. સુરેશભાઈ રૂડાણીના જન્મદિવસ નિમિતે રવિવારના જીવદયા અને સેવાકાર્યો કરાયા હતા. રૂડાણી હોસ્પિટલ પરિવાર તથા Argon Amusement Rides પદ્ધરના સૌજન્યથી સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના માધ્યમથી ગાયોને ઘાસચારો અને પાણીની સેવા, શ્વાનને રોટલા-બિસ્કિટ, પક્ષીઓને ચણ તેમજ નાના બાળકોને ખાદ્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. સત્યમ સંસ્થાના દર્શક ભાઈ અંતાણી અંકિતાબેન ધોકાઈ , નરેન્દ્રભાઈ સ્વાદિયા, માલશ્રીબેન ગઢવી, રામુબેન પટેલ , નયનભાઈ શુક્લ, જટુભાઈ ડુડીયા વગેરે જોડાયા હતા.